એક કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત મહાનુભાવના મૃત્યુ પ્રસંગે ખરેખરો કરવા ગયેલો તેમના એક સ્નેહીએ મૃત્યુ પામેલા મહાનુભાવો માટે દુઃખ વ્યક્ત કરતા કહ્યું .. ભાઈ તો પ્રભુને વહાલા થયા પણ પાછળ લીલીવાડી મૂકીને મરી ગયા છે.!ત્યારે પાસે બેઠેલા એક સ્નેહીએ તેમના મિત્રના કાનમાં કહ્યું લીલીવાડી એકઠી કરવા કેટલાં વરસો ખર્ચ્યા અને તે મૂકી જવા માટે ? તો પછી સાથે કેમ ન લઈ ગયા ? પ્રશ્નમાં વેધકતાની સાથે સચ્ચાઈનો રણકો પણ હતો. તો પચાસ વરસ ખર્ચ્યા -શું આ બધું મૂકી જવા માટે? હાસ્તો તે સાથે લઈ જઈ શકાય તેમ નહોતું ને ?
આના સંદર્ભમાં સંસ્કૃતમાં સુભાષિત છે. તેનો સાર કાંઈક આ પ્રકારે છે! મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેનું ધન-વૈભવ બધું અહીં જ રહે છે. પત્ની પણ વિલાપ કરતી ઘરના બારણા સુધી જ આવે છે. સગાસંબંધી -મિત્રો સ્મશાન સુધી આવે છે. અને જેને લાડ કરી ઠઠાર્યો તે મનુષ્ય દેહ પણ ચિંતા સુધી જ આવે છે. પરલોકમાં સાથે આવનાર તો માનવીના સારા-નરસાં કર્મોનું ભાથું જ આવે છે! તે નિઃસ્વાર્થભાવે કેટલાં સત્કર્મોની નાની પોટલી પણ હોય અને પાપકર્મોનું મોટું પોટલું પણ હોય તેથી મનુષ્ય દેહની સ્પષ્ટ સમજણ આપતા કહ્યું છે.ઈંદ શરીરે કૌન્જ્ઞેય ક્ષેત્રમિત્યભિધીયતે/એતધ્યોરો વેત્તિ ત્વં પ્રાહું : ક્ષેત્રજ્ઞં ઈતિ તિદ્રદઃ //
આ શરીર ક્ષેમ એટલે ખેતર છે.(અ.૧૩/૭) અને મને જ ક્ષેત્રજ્ઞ-એટલે કે મને જ ખેતરનો માલિક સમજ અને આ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન, તે જ સાચું જ્ઞાન છે એમ (અર્જુન) તું જાણ.ભગવાને આ અણમોલ માનવી દેહને ક્ષેત્ર સમજ એમ કહ્યું છે તો દેહનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજ આ ક્ષેત્રે શબ્દમાં આવી જાય છે. અને તેનો ક્ષેત્રજ્ઞ એટલે તેનો માલિક ભગવાન છે જો આ બે વાત ધ્યાનમાં રહે તો જીવનમાં કોઈ સમસ્યા જ ન આવે.
આ શરીર આપણું નથી ભગવાને આપેલું છે અને ભગવાન એનો માલિક છે જો આપણે માલિક હોત તો આપણામાંથી કોઈ ઈચ્છતું નથી કે આપણે ઘરડા થઈએ અને બધા જ ઘકડા થાય છે. કોઈ બિમાર ન પડત.આ શરીર આપણું હોત તો આપણા મન, બુદ્ધિ, ચિત્ત અહંકાર ચાલે છે તેની બધી ખબર પડત !તેથી ભગવાન કહે છે આ દેહ ખેતર છે અને તેનો માલિક ભગવાન છે.દેહ ખેતર છે તો ખેતર હમેશાં લઈને અનેકગણું કરી આપે છે. એક દાણાના સો ગણા -અનેકગણા કરીને આપે છે. પરંતુ તેની ખેડ સારી થઈ હોય અને સમયસર વાવણી થઈ હોત તો આ શરીર ખેતર છે તો સમયસર એટલે કે મનુષ્યની બુદ્ધિ ખીલવી લાગે એટલે કે કિશોરનવસ્થા-યૌવનના પ્રારંભમાં જ પુખ્ત વયમાં આવતા જ વાવણી આવતાં જ વાવણી ન થાય તો ખેતરમાં ઘાસકુશ-ઝાંખરાં જ ઊગે મતલબ પાછલી ઉંમરે વાવવા માટે તેને રાખી ન મુકાય.
પરંતુ સમયસર વાવણી કરી હોય અને ભગવાને કહ્યું છે તેવા સદ્રુણનું બિયારણ વાવ્યું હોય તો જીંદગીમાં આવા માઠા દા’ડા જોવાનો વારો ન આવે તો આપણે નક્કી કરવાનું છે કે શું વાવણું અને કયારે વાવવું ?