સ્વસ્થ સંસ્કારિત અને સમર્થ ભારત બનાવવાની આ અવિરત ચાલતી યાત્રાને વર્ષ ૨૦૨૪ને ૫૦ વર્ષ પૂર્ણ થયા
Gandhinagar,તા.૧૦
સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ પાંચ આયામોને આધીન વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના નિર્માણનું કાર્ય ભારત વિકાસ પરિષદ પાછળ કેટલાય સમયથી સમગ્ર દેશમાં કરતુ આવ્યું છે. ગુજરાતમાં આ યાત્રા વર્ષ ૧૯૭૪માં “સમુત્કર્ષ” એવા નામથી શરુ થઇ હતી. સ્વસ્થ સંસ્કારિત અને સમર્થ ભારત બનાવવાની આ અવિરત ચાલતી યાત્રાને વર્ષ ૨૦૨૪ને ૫૦ વર્ષ પૂર્ણ થયા. આ ગૌરવશાળી અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા “સુવર્ણ જયંતિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય માનનીય શ્રી ડૉ મનમોહન વૈધ હાજર રહ્યા હતા. સુવર્ણ જયંતિ મહોત્સવએ ભારત વિકાસ પરિષદના દરેક સદસ્ય માટે સેવા, સંસ્કાર અને સમર્પણનો ઉત્સવ બની રહ્યો. સમગ્ર ગુજરાતમાં આવેલ વિવિધ શાખામાંથી આવેલ ૩૦૦૦થી વધુ સદસ્યોએ પ્રત્યક્ષ હાજર રહીને આ ભવ્ય કાર્યક્રમને માણ્યો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેટલાય સદસ્ય ૨૦૦ કિમિથી વધુનો પ્રવાસ કરીને પહોંચ્યા. કાર્યક્રમની શરૂઆતમાં “દશાઅવતાર”ની ભારત નાટ્યમ દ્વારા શીતલબેન મકવાણાની દિવ્ય રજુઆતથી હાજર સૌ મંત્રમુગ્ધ થયા ત્યારબાદ ભારત વિઅક્સ પરિષદની ગુજરાતમાં યાત્રા દર્શાવતી એક ફિલ્મ રજુ થઇ. કાર્યક્રમનો આરંભ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સુરેન્દ્રભાઇ પટેલ, દિનેશભાઇ અમીન, ચૈતન્ય ત્રિવેદી અને અન્ય ગણમાન્ય અતિથિઓએ દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સમાજસેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ અજિતભાઈ શાહ, રાજકુમાર ભગત, વિનોદભાઇ શાહ, વલ્લભભાઇ રામાણી, હિમતસિંહ રાઠોડ, સતિષભાઇ ઠક્કર, ભરતભાઇ ઠક્કરને સન્માનિત કર્યાં હતા. આ કાર્યક્રમમાં હસમુખભાઈ પટેલ, દિનેશભાઇ કુશ્વાહ, દેવાંગભાઈ દાણી, સુજયભાઈ મહેતા, જયેશભાઇ ત્રિવેદી, મહેશભાઈ પરીખ, શૈલેષભાઇ પટેલ, વિજયભાઈ ઠાકર, ભાનુભાઇ ચૌહાણ, કમાન્ડન્ટ (ર્છંન્), ૧૦૦ બટાલિયન ઇછહ્લ અને અન્ય સામાજિક અગ્રણીઓ વિશિષ્ઠ અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે. સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે.
આ અંગે વાત કરતાં સેવાભાવ, સંસ્કાર અને સેવાદાયિત્વથી પણ રાજકારણ કરી શકાય એ તેમણે સાબિત કર્યું છે. સેવા અને સમર્પણભાવ થકી આજે સંસ્કૃતિ અને વિરાસતનું જતન થઈ રહ્યું છે. તેના દ્વારા વિકસિત અને વૈભવશાળી ભારતના નિર્માણનો પાયો નંખાઈ રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું. સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ભારત વિકાસ પરિષદના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે આજે દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ સરકાર અને વહીવટી તંત્રને પૂરક બનીને સમાજના દરેક વર્ગને આગળ લાવીને આગવી સમાજસેવા અને કર્તવ્યનિષ્ઠાનાં દર્શન કરાવી રહી છે. અલગ અલગ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન થકી આ સંસ્થા સમાજસેવા અને રાષ્ટ્રહિતના સંસ્કારોને વિસ્તારી રહી છે, આ સંગમને મહાકુંભના સંગમ સાથે સરખાવ્યો, મુખ્યમંત્રીએ વડાપ્રધાનના યહી સમય હે, સહી સમય હે સૂત્રને દોહરાવીને રાષ્ટ્રહિત પ્રથમ અને વિશ્વ બંધુત્વની ભાવના સાથે સૌને સ્વર્ણિમ ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. મુખ્ય વક્તા ડૉ મનમોહનજી વૈધ એ ભારત વિકાસ પરિષદના સદસ્યને ભારત વિષે સમજણ આપી હતી ભારતની વિચારસરણી બધા થી અલગ છે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લાખોની સંખ્યામાં સામાન્ય લોકો સેવા કરવા માટે નીકળતા રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિમાં દેવત્વ છે અને મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય આ દેવત્વને પ્રગટ કરવાનું છે. ભારતની કોઈ પણ ભાષામાં એક્સક્લ્યુડ શબ્દનો અર્થ નથી કારણ કે આપણે કોઈને એક્સક્લ્યુડ કરતા નથી, આપણો વિચાર સર્વ સમાવેશી છે. સમાજની કાળજી લેવાની જવાબદારી માત્ર સમાજની છે તે પશ્ચિમનો વિચાર છે ભારતમાં આવી કોઈ પરંપરા હતી નહિ. રવિન્દ્રનાથ ટાગોરના ઉલ્લેખ દ્વારા જણાવ્યું કે જે સમાજ રાજ્ય ઉપર ઓછામાં ઓછું આધારિત હોય તે સ્વદેશી સમાજ છે. પ્રત્યેક વ્યક્તિમાં દેવત્વ છે અને મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય આ દેવત્વને પ્રગટ કરવાનું છે. ભારતની કોઈ પણ ભાષામાં એક્સક્લ્યુડ શબ્દનો અર્થ નથી કારણ કે આપણે કોઈને એક્સક્લ્યુડ કરતા નથી, આપણો વિચાર સર્વ સમાવેશી છે. ભારતને જાણવું આવશ્યક છે ભારત હજારો વર્ષોથી સ્વસ્થ અને સમૃદ્ધ જીવાત જીવતું આવ્યું છે. કેવી રીતે જીવવું તેનો અનુભવ અને જ્ઞાન ભારત પાસે છે. ભારત પોતાના સ્વ પર આધારિત રહીને વિશ્વ માટે લાઈટ હાઉસ બની શકશે. ભારત વિકાસ પરિષદમાં રહેલ ભારતનો આ અર્થ છે. આ કાર્યક્રમના સ્થાન ઉપર ગુજરાતના વિવિધ પ્રાંત અને શાખાઓ દ્વારા કરવામાં આવેલ સેવા અને સંસ્કારલક્ષી કાર્યક્રમની ઝલક આપતી એક વિશેષ પ્રદર્શની બનાવવામાં આવી હતી તથા કાર્યક્રમ સ્થળ ઉપર રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાય્રકમના અંતે ભરતભાઈ ઠક્કરે ઉપસ્થિત સૌની આભારવિધિ કરી હતી અને સૌ ભોજન લઇને છુટા પડ્યા હતા.