Una,તા.2
ઊના પંથક નાં મેણ, ગુંદાળા,ચાચકવડ, ભડીયાદર ગામે બેફામ રીતે દેશી ઈંગ્લીશ દારૂનો વેપલો ધમધમી રહ્યો હોવા છતાંય સ્થાનિક થી જીલ્લા પોલીસ મૌન બની ગેરકાનૂની અસમાજીક પ્રવૃત્તિઓ ને છુટ્ટો દોર આપ્યો હોય તેમ સમગ્ર વિસ્તાર ને અસમાજીક તત્વો એ બાન માં લીધો હોવાની ખુદ ગ્રામરક્ષક દળે ઊનાથી લઈ ને ગાંધીનગર સુધી ફરીયાદ કરવાં છતાં બેફામ રીતે ચાલતી દેશી દારૂ નાં ભઠ્ઠા અને ઈંગ્લીશ દારૂ નું વેચાણ પર કોઈ કાર્યવાહી નહીં થતીહોવાનાંઆક્ષેપસાગરભાઈ ઉકાભાઈ પરમાર, એ કરીને ઊના પ્રાન્ત અધિકારી ને આવી પ્રવૃતિ અટકાવવા માં નહીં આવેતો ભયંકર લઠ્ઠાકાંડ સર્જાતા વાર નહીં લાગે તેવી ચેતવણી પણ આપી છે
30 ડીસેમ્બર નાં પ્રાન્ત અધિકારી ને સંબોધીત લેખીત રજુઆત ગ્રામરક્ષક દળ સાગર ભાઈ પરમારે જણાવ્યું હતું કે ઉના તાલુકાના મેણ, ગુંદાળા, ભડીયાદર, ચાંચકવડ ગામમા ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠીઓ તથા ઈંગ્લીશ દારૂનુ ખુલ્લે આમ વેચાણ ગેર પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મુકવા માં નહીં આવે તો ગંભીર સ્થિતિ નું નિર્માણ થશે મેણ, ગુંદાળા, ભડીયાદર, ચાંચકવડ ગામમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ખુબજ મોટા પાયે દેશી દારૂનુ વેચાણ થાય છે. અને ઈંગ્લીશ દારૂ નુ પણ સપ્લાય કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ઊના પી. આઈ. ને તા.1-09-2024 ગીર-સોમનાથ એસ. પી. ને તા. 26-09-2024 રેન્જ આઈ. જી. જુનાગઢને તા.26-09-2024 ડી.જી.પી.ગાંધીનગરને તા.3-10-2024 મોનીટરીંગ સેલ વિભાગના એસ. પી. નિલીપરાય , ડી.જી.પી. ગાંધીનગર તા.16-10-2024 ગૃહમંત્રી ગાંધીનગરને તા.13-12-2024 ડી.વાય.એસ. પી.ઉનાને તા. 16-12-2024 ના રોજ અરજી કરી રજુઆત કરવા છતા આ બાબતે ઉના પોલીસ સ્ટેશન દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી અસમાજીક પ્રવૃત્તિઓ કર્તા તત્વો સામે નહીં કરાતાં ઉપરોક્ત વિસ્તારમાં દેશી દારૂની ભઠીઓ અને દેશી દારૂ તેમજ ઈંગ્લીસ દારૂ નુ વેચાણ બેફામ બની ગયું હોવાનાં કારણે સામાન્ય ગરીબ વર્ગ ની પ્રજાજનો ને જીવવું હરામ થઈ ગયું છે અનેક પરીવારજનો આ દારૂ ની પ્રવૃત્તિ નાં કારણે બરબાદ થઈ રહ્યું છે.આવી પ્રવૃત્તિઓ અટકાવવા પ્રાન્ત અધિકારી ને લેખિત રજૂઆત કરવામાં આવતાં ભારે ચકચાર ફેલાઇ છે