Una,તા.30
સૌરાષ્ટ્ર નાં સોરઠનાં છેવાડાનાં ઊના તાલુકાના સૈ રાજપરા બંદર, નવાબંદર,સીમર નાનાં બેટ વિસ્તારમાં અંદાજીત 1 હજાર કરતાં વધુ ફિશીંગ બોટ વર્ષ નાં સાત આઠ માસ ફિશીંગ દરીયાઇ સીમા માં કરવાં જાય છે આ બંદરો એક સમયે વર્ષ નાં દશ મહિલા રાત દિવસ ધમધમતાં હતાં હજારો લોકોને રોજીરોટી મળી રહી હતી
પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બંદરો તદન ભાગી રહ્યા છે એક સમયે સૈ રાજપરા બંદર અને નવાબંદર નાં બંદરો ઊપર દુર દુર નાં નાનાં મોટાં વેપારી અને શ્રમિકો કામ માટે અહિયાં રોજગાર મેળવવા આવતાં હતાં આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે દરીયાઇ સીમા નાં 15 નોટીમીટર સુધી ફિશીંગ કરવાં જતી બોટ ને કુદરતી જળચર માછી મળવી મુશ્કેલ બની રહીં છે જેનાં કારણે ફિશીંગ બોટ ધરાવતાં માલીકો અને મોટાપાયે ધીરાણ એડવાન્સ આપી બોટ ફિશીંગ માલ ખરીદતાં તાજી ફીશ અને ડાય ફીસ ખરીદી કરતાં વેપારી માથે હાથ રાખી બેઠાં છે એક તરફ માછીમાર પરીવાર નું ભરણપોષણ છે.
તો બીજી તરફ બોટ નાં ખલાસી નાં પગાર થી માંડી ને ડીઝલ બરફ અને રાશન ખર્ચ માથે પડી રહ્યા છે એવીજ સ્થિતિ વેપારી ની જોવાં મળે છે ધીરાણ લાખો નું કર્યા પછી કુદરતી દરીયાઇ ફીસ નહીં આવતી હોવાનાં કારણે બોટ ની જરૂરીયાત ચીજ વસ્તુ નિયમિત આપવી પડે અને માણસો નાં ભોજન થી માંડી પગાર સુધી નો ખર્ચ આપવો પડે આવી પરિસ્થિતિમાં બોટ નાં માલીક સાથે વેપારી પણ દયાજનક સ્થિતિ સર્જાઈ છે
સૈ રાજપરા,સીમર, નવાબંદર સહિત આજુબાજુના શ્રમિકો ઘર આંગણે મળતી રોજીરોટી પુરતાં પ્રમાણમાં નહીં મળતી હોવાનાં કારણે વેરાવળ, પોરબંદર, જખ્મો, માંગરોળ સુધી કમાવવા જવું પડે છે આ શ્રમજીવી માં મોટાં પાયે બહેન દિકરી ઓ ની સંખ્યા મોટી હોવાનું જાણવા મળ્યું છે આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે આવી સ્થિતિ થવા પાછળ નું કારણ એ પણ છેકે નાનાં છેવાડાનાં બંદર હોવાથી મત્સ્યોદ્યોગ કમિશ્નર કચેરી અને ગુજરાત સરકાર નાં પોર્ટ વિભાગ દ્વારા બંદરોના ડેજીગ થી માંડી ને પુરાયેલા બારા અને બંદરો નાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાતી હોવાનાં અભાવે બોટ ને વધું નુકશાન પહોંચાડે છે અને આવક કરતાં ખર્ચ માછીમાર વ્યવસાય માં વધી જતો હોય તેનાં કારણે મોટાં ભાગે નાનાં ફિશરમેન પોતાની બોટો ને ખર્ચ નાં અભાવે અર્ધી સીઝન નાં અંત માં વ્યવસાય બંધ કરી બોટ કાંઠે લગાવી દેતાં હોય છે
જ્યારથી બંદરો પર મોટાં માથાં અને કાળું નાણું ધરાવતાં વેપારી પેઢીઓ દ્વારા પોતાની આધુનિક ટેકનોલોજી ની ફિશીંગ બોટ માલીકી ની બનાવીને પેરા ફીશીગ,લાઈન લાઈટ ફિશીંગ,ટોલર પધ્ધતિ ની ફીશીગ દરીયાઇ સીમા માં ચાલું કરતાં અને સરકાર નાં નિયમો નિયત કરેલા પરીપત્રો નો ખુલ્લે આમ ઉલ્લંધન કરી કાયદા ને પોતાનાં ખિસ્સામાં રાખીને સંગઠન નાં જોરે હોદા મેળવી નાનાં અને બાપદાદા વખત થી ફીશીગ કરતાં બોટ માલિકો અને માછીમાર વ્યવસાય ને તબાહી સર્જી રહ્યા છે
નાનાં બંદરો ને ભાગી નાખવાં અને પોતાની જ હુકમ ચલાવનારા મોટાં માથાં ઓ પાસે કેટલી બોટ છે? દરવર્ષે કેટલી નવી બોટ બનાવી છે?કેટલી ડીઝલ અને અન્ય સામગ્રી અંગેનાં લાભો મેળવે છે આ નાણું ક્યાંથી આવ્યું તેની તપાસ કરવી જોઈએ તેમજ એક બે બોટો ધરાવતા નાનાં ફિશર મેનો ને પુરતું પ્રોત્સાહન આપવા તેને આજ સુધી શું લાભ મળ્યા છે તેનું ઉત્થાન કરવાનું કામ કરવું જોઈએ તેમજ નવી બોટ નાં લાયસન્સ પર પ્રતિબંધ મુકવો અને લાઈન લાઈટ, પેરા ફિશીંગ જેવી આધુનિક ટેકનોલોજી નામે થતી ફિશીંગ પર પ્રતિબંધ મુકવા માંગણી ઊઠી રહીં છે!! ઊના,તાલુકા નાં હજારો લોકો ને ઘર આંગણે રોજગાર મળી રહે ફિશર મેનો ને પડતી મુશ્કેલીને દૂર કરવા ફીશરીજ તેમજ મત્સ્યોદ્યોગ કમિશ્નર એ જાતે તપાસ કરી નાનાં માછીમાર ની રજુઆત સાંભળી તેની તકલીફ સરકાર નાં મંત્રીસુધી અને સરકાર સમક્ષ એહવાલ રીપોર્ટ કરીને કાયદા નિયમો અમલ કરાવવા રીપોર્ટ જોઈએ !!