Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    25 નવેમ્બર નું પંચાંગ

    November 24, 2025

    25 નવેમ્બર નું રાશિફળ

    November 24, 2025

    ભુતાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લવાશે

    November 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 25 નવેમ્બર નું પંચાંગ
    • 25 નવેમ્બર નું રાશિફળ
    • ભુતાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લવાશે
    • ટ્રેનમાં ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરશો તો તમારે ભરવો પડશે દંડ
    • બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર પંચતત્વમાં વિલીન, પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ
    • Surat: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન
    • Rajkot: ભગવતી પરામાં પરણીતાનો હત્યારો પતિ નીકળ્યો
    • એક વર્ષમાં વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં નવા ચાર સેન્ટર શરૂ કરાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»9 નગરપાલિકા બની મહાનગરપાલિકા, Vav-Tharad નવો જિલ્લો બન્યો,રાજ્ય સરકારની મોટી જાહેરાત
    ગુજરાત

    9 નગરપાલિકા બની મહાનગરપાલિકા, Vav-Tharad નવો જિલ્લો બન્યો,રાજ્ય સરકારની મોટી જાહેરાત

    Vikram RavalBy Vikram RavalJanuary 1, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.01

     ખ્રિસ્તીઓના નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે 1 નવા જિલ્લા વાવ-થરાદ અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માગ આજે પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી છે.

    કઈ કઈ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા?

    મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરોના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.  

    સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવા અધિકારીઓની સંભવિત નિમણૂંક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાનગરપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે. નવી મહાનગરપાલિકા બનશે એટલે વિવિધ વિકાસશીલ પાયાની જરૂરીયાતો પણ પૂર્ણ થશે.

    ગુજરાતમાં હવે કુલ 17 મહાનગરપાલિકા

    હાલમાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકારે નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.

    પાલિકાઓની ચૂંટણી પર પડશે અસર!

    આ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપી છે. સૂત્રોના મતે, રાજ્યમાં 85 પાલિકાની ચૂંટણીઓ યોજાવવાની હતી, પરંતુ જો 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાતા ઘણાં વહીવટી ફેરફાર થઈ શકે છે. કારણ કે, નવી મહાનગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં 60 પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી પણ શક્યતા છે.

    નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક ‘થરાદ’

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. જો કે, હાલ નવા જિલ્લામાં ચૂંટણી નહીં યોજાય.

    હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે. 

    રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, ‘હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.’

    બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે.’

    તેમણે કહ્યું કે, ‘મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં 600 આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં 6257 ચો. કિ.મી અને બાનસકાંઠા જિલ્લામાં 4486 ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે.’

    આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના 8 તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે.

    ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લાઓ

    જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાય તેવી શક્યતાઓ છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 તાલુકા છે, જેમાંથી આઠને વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે.

    ક્રમજિલ્લોમુખ્ય શહેર
    1અમદાવાદઅમદાવાદ
    2અમરેલીઅમરેલી
    3આણંદઆણંદ
    4અરવલ્લીમોડાસા
    5બનાસકાંઠાપાલનપુર
    6ભરૂચભરૂચ
    7ભાવનગરભાવનગર
    8બોટાદબોટાદ
    9છોટા ઉદેપુરછોટા ઉદેપુર
    10દાહોદદાહોદ
    11ડાંગઆહવા
    12દેવભૂમિ દ્વારકાખંભાળિયા
    13ગાંધીનગરગાંધીનગર
    14ગીર સોમનાથવેરાવળ
    15જામનગરજામનગર
    16જૂનાગઢજૂનાગઢ
    17ખેડાનડિયાદ
    18કચ્છભુજ
    19મહીસાગરલુણાવાડા
    20મહેસાણામહેસાણા
    21મોરબીમોરબી
    22નર્મદારાજપીપળા
    23નવસારીનવસારી
    24પંચમહાલગોધરા
    25પાટણપાટણ
    26પોરબંદરપોરબંદર
    27રાજકોટરાજકોટ
    28સાબરકાંઠાહિંમતનગર
    29સુરતસુરત
    30સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર
    31તાપીવ્યારા
    32વડોદરાવડોદરા
    33વલસાડવલસાડ
    34વાવ-થરાદથરાદ

    મુખ્યમંત્રીએ નપા અને મનપા માટે 1000 કરોડ મંજૂર કર્યા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. 1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે. 

    GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન

    November 24, 2025
    રાજકોટ

    Rajkot: ભગવતી પરામાં પરણીતાનો હત્યારો પતિ નીકળ્યો

    November 24, 2025
    મુખ્ય સમાચાર

    એક વર્ષમાં વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં નવા ચાર સેન્ટર શરૂ કરાશે

    November 24, 2025
    રાજકોટ

    Rajkot; Saurashtra માં ભાજપ સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેનને સક્રિય કરી શકે

    November 24, 2025
    ગુજરાત

    ફિકસ પગાર કર્મચારીઓનું વધારાનાં ચાર્જ એલાઉન્સમાં મહત્વનો નિર્ણય

    November 24, 2025
    જામનગર

    Jamnagar: વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અપનાવીએ : CM

    November 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    25 નવેમ્બર નું પંચાંગ

    November 24, 2025

    25 નવેમ્બર નું રાશિફળ

    November 24, 2025

    ભુતાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લવાશે

    November 24, 2025

    ટ્રેનમાં ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરશો તો તમારે ભરવો પડશે દંડ

    November 24, 2025

    બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર પંચતત્વમાં વિલીન, પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ

    November 24, 2025

    Surat: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન

    November 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    25 નવેમ્બર નું પંચાંગ

    November 24, 2025

    25 નવેમ્બર નું રાશિફળ

    November 24, 2025

    ભુતાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લવાશે

    November 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.