Bhavnagar,તા.11
હાલનો જમાનો ડિજિટલ બન્યો છે. શહેરી વિસ્તારમાં નાણાંકીય વ્યવહાર મોટો વર્ગ ઓનલાઇનના માધ્યમથી કરી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં તેનું પરિવર્તન કેટલું થયું છે જે અંગે મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના કોમર્સ વિભાગના એક વિદ્યાર્થીએ વિશ્લેષણાત્મક સંશોધન રજૂ કર્યું છે જેમાં ૭૮.૬ ટકા પુરૂષો અને ૨૧.૪ ટકા સ્ત્રીઓ ડિજિટલ બેંકિંગ સેવાનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસટી, કોમર્સ વિભાગના એમ.કોમના વિદ્યાર્થી અરવિૅંદ વાઘમશીએ ડિઝીટલ બેંકિંગ અને નાણાકીય સાક્ષરતા થકી વર્ષ-૨૦૪૭માં ગ્રામિણ ભારતના પરિવર્તન વિષય પર એક વિશ્લેષણાત્મક સંશોધન રજૂ કર્યું હતું. આ સંશોધનનો મુખ્ય હેતુ ગ્રામિણ વિસ્તારોમાં ડિજિટલ બેંકિંગની સ્વીકાર્યતા, નાણાકીય જાગૃતિ અને પડકારોની સમજૂતી મેળવવાનો હતો.સંશોધન મુજબ ૩૧-૪૦ વર્ષના ઉતરદાતઓ (૪૬.૪%)એ સૌથી વધુ જયારે, ૨૧-૩૦ વર્ષના (૩૨.૧%) યુવા વર્ગ ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરવામા દ્રિતિય રહ્યા હોવાનું નોંધ્યું હતું. જયારે ગ્રામ્ય વિસ્તારમાં રહેવા છતાં અહીના સ્થાનિકો પૈકી ૭૮.૬% પુરૂષો અને ૨૧.૪% ીઓ ડિજિટલ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરતા હોવાનું પણ તેમણે સંશોધન અંતર્ગત નોંધ્યું હતું. ઉપરાંત, ૮૯.૩% ગ્રામ્ય લોકો પાસે બચત ખાતું હોવાનું અને ર્આષ્ટ્રીયકૃત બેંક તેમની પહેલી પસંદ હોવાનું પણ સંશોધનના તારણો રજૂ કરતાં સંશોધનકર્ચાએ નોંધ્યું હતું. આ સાથે ડિજિટલ પેમેન્ટ માટે ગુગલ પે (૪૮.૨%) અને ફોન પે (૧૯.૬%) સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિજિટલ પ્લેટફોર્મ હોવા સાથે ૫૫.૪% લોકોએ નેટવર્ક અને ઇન્ટરનેટ સ્પીડને મોટો પડકાર ગણાવ્યો હતો. જયારે, નાણાકીય રોકાણના ક્ષેત્રે ૭૩.૨% લોકોએ હજુ પણ બેંકના માધ્યમથી કોઈપણ રોકાણ કર્યુ ન હોવાનું પણ સંશોધનમાં જણાઈ આવ્યું હતું. તો સામાપક્ષે ૧૬.૧% લોકોએ ફિક્સ ડિપોઝિટ અને ૭.૧% લોકોએ મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કર્યું હોવાનું પણ નોંધાયું હતું. સંશોધન દર્શાવે છે કે ગ્રામિણ વિસ્તારોમાં ડિજિટલ બેંકિંગ પ્રત્યે જાગૃતિ વધી છે સંશોધનના સફળ પ્રસ્તુતિ માટે વિભાગ અધ્યક્ષ તથા સાથી અધ્યાપકો મદદરૂપ થયા હતા.