20 વર્ષ જૂની સાડીમાં પણ 70 વર્ષની રેખા નો અદ્દભુત નિખાર

Share:

Mumbai, તા.24
રેખા 70 વર્ષનાં થઈ ગયાં હોવા છતાં તેમનો ચાર્મ હજી પણ જળવાયેલો છે. હાલમાં તેમણે રાજ કપૂરની દીકરી રીમા જૈનના દીકરા આદર જૈન અને અલેખા અડવાણીનાં લગ્નમાં હાજરી આપી હતી. આ પ્રસંગમાં તેમણે પોતાની 20 વર્ષ જૂની સાડી એવી સ્ટાઇલિશ રીતે પહેરી હતી કે તેઓ ફંક્શનમાં છવાઈ ગયાં હતાં.

આદર-આલેખાનાં લગ્નમાં કપૂર પરિવારના સભ્યો સિવાય રેખા, અનિલ કપૂર, અનન્યા પાંડે અને સુહાના ખાન જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી અને આ બધાંમાં રેખાના લુકે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

આ લગ્નમાં રેખાએ પહેરેલી સાડી સોશ્યલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની હતી. આ સાડી રેખાએ આ પહેલાં 2005માં આવેલી રાની મુખરજી અને અમિતાભ બચ્ચનની ‘બ્લેક’ના પ્રીમિયરમાં પહેરી હતી.

રેખાની આ ગોલ્ડ અને બ્લેક સાડી સિલ્કના ફેબ્રિકથી બની છે અને એમાં ચેક્સ પેટર્નની અંદર ફૂલની ડિઝાઇન છે. આ સાડીમાં ગોલ્ડન બોર્ડર છે અને પાલવ પર એમ્બ્રોઇડરી કરવામાં આવી છે.

જોકે આ સાડીમાં વીસ વર્ષ પહેલાં ગુલાબી બોર્ડર હતી જે હવે રીડિઝાઇન કરીને લાલ રંગની કરી દેવામાં આવી છે. આ સાડી સાથે રેખાએ સ્ટાઇલિશ ઑર્નામેન્ટ્સ પહેર્યાં હોવાને કારણે તેઓ અત્યંત ખૂબસૂરત લાગી રહ્યાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *