Rajkot,તા.29
શહેરની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામે ખુલ્લા વાડામાં વિદેશી દારૂનો જથ્થો રાજુ બોલિયા નામના શખ્સે છુપાવ્યો હોવાની બાતમી આજીડેમ પોલીસને મળી હતી. બાતમીના આધારે આજીડેમ પોલીસની ટીમે ગામમાં દરોડો પાડી, વિદેશ દારૂની ૫૭ બોટલ ઝડપી લીધી છે. જયારે દરોડા દરમિયાન બુટલેગર રાજુ હાજર ન મળતા તેની શોધ ખોળ હાથ ધરી છે.