વહેલી સવારે મહિલા મંદિરે ગયા બાદ 45 મિનિટમાં બંધ રહેલા મકાનને જાણ ભેદુએ નિશાન બનાવી રોકડ અને સોનાના ઘરેણા નો કર્યો હાથ ફેરવો
Jasdan.તા.07
જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલા રાધેશ્યામ નગર માં પ્રજાપતિ પરિવારની નીંદર ને ખલેલ પહોંચાડ્યા વગર વહેલી સવારે અજાણ્યા શખ્સે બંધ મકાનના તાળા તોડી અને બહારથી ફાગણિયો મારી મકાનમાંથી રોકડ અને સોનાના ઘરેણા મળી ₹5.10 લાખ કિંમતની માતાની ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે આ બનાવની જાણ પોલીસને થતા એફ એસ એલ અને ડોગ સ્કોર સાથે ઘસી જય આસપાસના સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરનું પગેરું દબાયું છે. વધુ વિગત મુજબ જસદણ શહેરના અટકોટ રોડ પર આવેલા રાધા શ્યામ નગરમાં રહેતા સુનિલભાઈ પ્રભુભાઈ સાંગડીયા નામના પ્રજાપતિ કુંભાર ના મકાનમાં ગત તારીખ 5 ની વહેલી સવારે અજાણીયા શખ્સોએ દરવાજાના તાળા તોડી રૂમમાં રહેલી તિજોરીમાંથી રોકડા દસ હજાર અને સોનાના ઘરેણા મળી રૂપિયા પાંચ લાખના ઘરેણાની ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે.
તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રિનાઅમો પરીવારના તમામ સભ્યો આશરે 12 વાગ્યા પહેલા સુઇ ગયેલ હતા ત્યારે તા.૦૫/૦૨/૨૦૨૫ ના વહેલી સવારના સાડા પાંચ વાગ્યે મારા પત્ની કાજલના મોબાઈલ ફોનમાં મારા ભાઈ સંજયની પત્ની કોમલનો ફોન આવેલ. ત્યારે તેઓએ જણાવેલ કે રૂમનો દરવાજો ખોલો બહારથી આંગળીયો બંધ છે જેથી મારી ઘરવાળીએ અમારા રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરેલ તો અમારા રૂમનો આંગળીયો બહારથી બંધ હતો જેથી મારા પત્ની નવેરીમાં દરવાજો પડે છે . પોણા છ વાગ્યે શેરીમાં એ કે વિદ્યાર્થી છોકરો નીકળેલ તેને અવાજ કરીને દરવાજો ખોલવા કહેતા તેઓએ નીચેના રૂમનો દરવાજો ખોલેલ હતો જેથી કોમલએ અમારા તથા મનોજના રૂમનો દરવાજો ખોલેલ હતો જેથી અમો બધા નીચે આવેલ તો મારા મમી દરરોજ પાંચ વાગ્યે ગીતાનગરમાં બ્રહમાકુમારી સતસંગ કરવા માટે જાય છે જેથી તેઓ હાજર હતા નહી. મનોજને મારા મમીને તેડવા મોકલેલ હતા . મારા મમી આવતા તેઓએ કહેલ કે હુ પાંચ વાગ્યે ઘરેથી ચાલીને નીકળેલ ત્યારે બહાર ના દરવાજે તાળુ મારીને ગયેલ હતી અને મારા રૂમને આગળીયો દીધેલ હતો તેમ વાત કહેલ હતી જેથી એ બહારના દર વાજે જોયેલ તો બહારના દરવાજાનો નકુચો તુટેલ હતો અને તાળુ દુર પડેલ હતું જેથી રૂમમાં તીજોરીમાં રાખેલ મારી પત્નીનો સોનાનો હાર મારા લગ્ન વખતનો તથા મારા ભાઈ સંજયની પત્ની કોમલના ઘરેણા તથા બન્ને ભાઈઓની બે-બે સોનાની વીટી તથા મારા પપાની સોનાની વીટી ૨ તથા બે સોનાના કરડા (ના ની વીટ્રી) એમ કુલ ૧૧ સોનાની વીટ્ટી જેના બીલ હાલ અમોને મળેલ નથી સોનું આશરે ૧૫ વર્ષ પહેલાનું છે. જે આશરે ૧૦ તોલા સોનું છે તેમજ બીલ મળયે ચોક્કસ વજનની જાણકારી મળે તેમ છે તીજોરીમાં રહેલારૂ. ૧૦,૦૦૦ અને સોનાની આશરે ૫ લાખની ચોરી કરી ગયાનું જણાવ્યું હતું પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.