Morbi,તા.13
મોરબીમાં રહેતા ૪૧ વર્ષીય આધેડ જેલમાંથી છૂટીને આવ્યા બાદ બીજા દિવસે પોતાના ઘરે ફ્લેટ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર ઓમકાર રેસીડેન્સીમાં રહેતા સંજયભાઈ આપાભાઈ ગરચર (ઉ.વ.૪૧) નામના આધેડ ગત રાત્રીના પોતાના ફ્લેટ ઉપરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સંજયભાઈ ગરચર બે અઢી માસથી જેલમાં બંધ હતા અને ગઈકાલે જ જેલમાંથી છૂટી ઘરે આવ્યા હતા બાદમાં ટેન્શનમાં રહેતા હતા અને મનમાં લાગી આવતા ફ્લેટ પરથી નીચે પડી જતા મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે