આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ બોટાદની રાંગણી શેરીમાં રહેતા કિશોરભાઈ વિનુભાઈ જ્યાપરાના લગ્ન ત્રણ વર્ષ પહેલા બોટાદમાં રહેતા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળાની દીકરી ઉર્વશીબેન સાથે થયા હતા. અને તેમને સંતાનમાં દોઢ વર્ષની દીકરી જેન્સી છે.આજથી દોઢ મહિના પહેલા ઉર્વશીબેન તેમની દીકરીને લઈને તેમના પિયર રીસામણે ગયા હોવાથી કિશોરભાઈ તેમની દીકરીને રમાડવા માટે તેમના સસરાના ઘરે ગયા ત્યારે તેમના પત્ની ઉર્વશીબેન,સસરા ધર્મેન્દ્રભાઈ,સાસુ ખુશીબેન અને સાળા હાદકે કિશોરભાઈ પર છરી વડે હુમલો કરી મોત નીપજાવી દીધું હતું.આ બનાવના પગલે બોટાદ પોલીસે સસરા ધર્મેન્દ્ર હર્ષદભાઈ વાળા,સાસુ ખુશીબેન ધર્મેન્દ્રભાઈ વાળા,પત્ની ઉર્વશીબેન અને સાળા હાદક ધર્મેન્દ્રભાઈ વાળાની ધરપકડ કરી ચારેયને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું બોટાદ પોલીસ મથકના પીઆઇ ખરાડીએ જણાવ્યું હતું.
Trending
- Ukraine માં યુદ્ધ સમાપ્ત કરવા અંગે રશિયા અને અમેરિકા વચ્ચે કોઈ સમજૂતી નથી
- અમેરિકા સાથેના વેપાર યુદ્ધ વચ્ચે China ૮૫ હજાર ભારતીયોને વિઝા આપ્યા
- Sudanમાં પરિસ્થિતિ કાબુ બહાર, રાહત શિબિરો પર થયેલા હુમલામાં ૩૦૦ થી વધુ નાગરિકો માર્યા ગયા
- Deepika Padukone-Ranveer Singh પોતાની દીકરી માટે નવું ઘર ખરીદ્યું, ઘરની પહેલી ઝલક સામે આવી
- અભિનેતા બાબિલ ખાન પર કેમ ભડકી Huma Qureshi
- Rohit Shetty and John Abraham પહેલી વખત એક બાયોગ્રાફીમાં કામ કરશે
- Kareena Kapoor Khan ‘ડ્રીમ ટીમ’ સાથે ‘દાયરા’ની જાહેરાત કરી
- Rajkot માં રફતારના રાક્ષસોએ છેલ્લા ત્રણ મહિનામાં ૩૬ના જીવ લીધા