સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂપિયા 2.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, દિલીપ ધાંધલની શોધખોળ
Jasdan,તા.28
જસદણ શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક જેડીએસ ગેસ્ટ હાઉસ નીચે આવેલી દુકાનમાં કટીંગ માટે છુપાવેલા રૂપિયા 2.51 લાખ ની કિંમત નો 360 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી રૂપિયા 2. 52 લાખની કિંમતનો મુદામાંલ કબજે કરી નાસી છૂટેલા ગેસ્ટ હાઉસ ના સંચાલક દિલીપ ધાંધલ ની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો અમલ કરવા એસપી હિમકરસિંહએ આપેલી સુચનાને પગલે જસદણ પોલીસ મથકના પીઆઇ ટીબી જાની સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જસદણ શહેરના ધાંધલ શેરીમાં રહેતા દિલીપ વલકુભાઈ ધાંધલ નામના શખ્સ જસદણ શહેરના જુના બંધ બસ સ્ટેન્ડ નજીક જીડીએસ ગેસ્ટ હાઉસ નીચે આવેલી દુકાનમાં વિદેશી દારૂ છૂપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે એએસઆઈ જયંતીભાઈ ,હેડ કોન્સ્ટેબલ અરૂણભાઇ , પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ, અનિલભાઈ અને સંજયભાઈ સહિતના સ્ટાફે દુકાનમાં દરોડો પાડયો હતો દરોડા દરમ્યાન દુકાનમાંથી રૂપિયા 2.51 લાખની કિંમત 360 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દરોડા ની ગંધ આવી જતા ગેસ્ટ હાઉસ સંચાલક દિલીપ વલકુભાઈ ધાંધલ ની શોધખોળ હાથ ધરી છે