Morbi,તા.23
શોભેશ્વર રોડ પર કાચા રસ્તા પર કારમાંથી ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે કાર અને દેશી દારૂસહીત કુલ રૂ ૫.૬૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આરોપીની શોધખોળ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શોભેશ્વર રોડ પર બોયઝ હોસ્ટેલ પાસે કાચા રસ્તા પરથી ઇકો કાર જીજે ૧૩ સીડી ૪૭૩૬ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી જેથી કારની તલાશી લેતા દેશી દારૂ ૩૦૦ લીટર કીમત રૂ ૬૦ હજાર મળી આવ્યો હતો જેથી પોલીસે કાર કીમત રૂ ૫ લાખ અને દારૂ સહીત કુલ રૂ ૫.૬૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે કાર ચાલક મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે