Morbi,તા.04
જેતપર ગામે રહેતા ૨૫ વર્ષના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પરમાર રોહિત ધનજીભાઈ (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાના ઘરે અંદરથી બારણું બંધ કરી જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવને પગલે તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે