- મેષ રાશિ:-
મેષ રાશિના જાતકોને આ વર્ષે આર્થિક લાભ સારો રહેશે નવી કોઈ પ્રોપર્ટી લેવી હશે તો તે લઈ શકશો પરંતુ બીજાના નામે સમય જોઈને વર્તશો તો એ સારું રહેશે. આ વર્ષે ધંધા પાણી ખૂબ જ સારા રહેશે. સરકારી અર્ધસરકારી નોકરીયાત ને બદલીના યોગ છે. આરોગ્ય કાળજી માગી લેશે જો સમયસર કાર્ય નહીં કરો તો નોકરી જવાના વધારે ચાન્સ છે. જે લોકો નવા પ્રોજેક્ટ બનાવવા માંગે છે. તે આ વર્ષે પૂર્ણ થશે, રાજકીય કાર્યથી આ વર્ષે દૂર રહેવું અપમાનિત થવાના વધુ યોગ છે.વડીલોએ કાળજી વધુ રાખવી પડશે.
આરોગ્ય પર પૂરતું ધ્યાન આપવું પડશે સર્જરીના યોગ બને છે.વડીલોને શારીરિક તકલીફ વધુ રહે. સ્ત્રીઓએ ખોરાક પર વધુ ધ્યાન આપવું પડશે. સ્ત્રીઓ પોતાનું ધાર્યું આ વર્ષે કરી શકશે તે સમાજમાં એક અલગ પોતાની ઓળખાણ બનાવશે.
વિદ્યાર્થીઓ વિદેશ જવા માગે છે. તે આ વર્ષે જઈ શકશે. ઘણાને કન્ટ્રી બદલવી હોય તો તે પણ બદલી શકે છે.
- વૃષભ રાશિ :-
વૃષભ રાશિના લોકોએ ધીમી ગતિએ કાર્ય કરવું નવા કોઈ પ્રોજેક્ટ હાથમાં લેવા નહીં જે લોકો સરકારી કે અર્ધસરકારી નોકરી કરે છે તેની બદલીના યોગ વધુ બને છે. કોઈ એવું કાર્ય ન કરવું. નોકરીની જગ્યાએ નીચું જોવાનું થાય કેમિકલ કે મશીનરીને સાથે કાર્ય કરતા લોકોને આ વર્ષે સારો રહેશે વિદેશી યોગ સારો બને છે. પોતાના વિચારો બીજા પાસે વ્યક્ત કરવાથી તમારું કાર્ય સરળ બની રહેશે
આરોગ્ય સારું રહેશે જુના હઠીલા રોગો કે દર્દોમાંથી મુક્તિ મળશે પરંતુ આગળ જતા તેની કાળજી તમારે રાખવાની રહેશે સ્ત્રીઓને અચાનક પડવા વાગવાના યોગ છે જેથી સંભાળીને કાર્ય કરવું. આર્થિક નુકસાન પણ વધુ જોવા મળશે બીજા પર ભરોસો કરવો નહીં
વિદ્યાર્થીઓ પાસે આ વર્ષે વધુ મહેનત માગશે જો મહેનત કરવાની તૈયારી હોય તો ધારી સફળતા મળી શકશે જે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં છે કે આઠ ફિલ્ડમાં છે તેવા લોકોને માટે એક નવું સાહસ કરવાથી એક નવી દુનિયા જોઈ શકશો. અચાનક ધન મળવાના યોગ પણ બની રહેશે.
- મિથુન રાશિ :-
મિથુન રાશિની વ્યક્તિઓને આ વર્ષે વિદેશ પ્રવાસ રહેશે. દરેક કાર્ય સંભાળીને કરવું સંપત્તિમાં વધારો થવાના યોગ છે. આર્થિક વ્યવસ્થા કોઈ પણ જગ્યાએથી થઈ રહેશે નવી પ્રોપર્ટી ખરીદી શકશો કેભેટમાં પણમળીશકે છે. આ વર્ષે જર ઝવેરાતમાં રોકાણ સારું રહેશેમોટાપાયે ખરીદી શકો છો. વ્યવસાયમાં સારી આવક રહેશે અચાનક પરિવર્તન જોઈ શકશો.
જુના રોકાયેલા નાણાપરત મળી શકશે કોર્ટ કચેરી હશે તો તેમાં સમાધાન કારીવલણ અપનાવુ.
આરોગ્ય સારું રહે જુના હઠીલા દર્દોમાંથી મુક્તિ મળે.પુરુષોએ એકાદ સર્જરી કરાવી પડે, બાળકોમાં નવો રોગ જોવા મળશે.
જે બાળકો કલા કારીગરીમાં છે. તેની માટે ખૂબ જ ઉત્તમ રહેશે. સ્ત્રીઓ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે ઈચ્છાઓ પૂર્ણ થશે. જે સ્ત્રીઓના લગ્ન નથીથતાં તે આ વર્ષે યોગ બને છે.અચાનક પરિવર્તન આવવાની શક્યતાઓ વધારે છે.માન સન્માન મળશે. નોકરી કરતી સ્ત્રીઓએ ગામ કે શહેર બદલવું પડશે.
- કર્કરાશિ :-
કર્કરાશી ના જાતકો આ વર્ષે આર્થિક મધ્યમ રહેશેઅને ખર્ચ વધુ રહેશેનાણા નો વ્યય થાય ધર્મ તરફ થોડું મન લગાવવું. નવા મકાનનું કામ શરૂ થઈ શકે છે. વ્યવસાયિક લોકોને આ વર્ષે થોડું મધ્યમ રહેશે જે લોકોએ કરજ લીધું છે. તેમાં વધારો થશેશૈક્ષણિક કે કેમિકલ ક્ષેત્ર કામ કરતા લોકોને આ વર્ષ સારુ રહેશે. બીજા પાસેથી ઉછીતા લીધેલા નાણા પરત આપવા નહીં તો કોટકેસ થવાની શક્યતાઓ છે.
આરોગ્ય માટે ખાસ તકેદારી રાખવી દુનિયામાં નવી પ્રકારના રોગો આવવાથી તેનાથી સાવચેત રહેવું અને શરીરની કાળજી રાખવી. બાળકોમાં વધુ તકેદારી રાખવી.
સ્ત્રીઓએ વધુ ખર્ચા કરવા નહીં. અન્યની મદદ લેવી પડે વિદેશ ભણવા મોકલતા બાળકો માટે વધુ મહેનત માગશે. બાળકોને ધાર્મિક અને સામાજિક જ્ઞાન આપવું.
- સિંહરાશિ :-
સિંહ રાશિવાળા વ્યક્તિઓ વાણી વર્તનમાં ખાસ ધ્યાન રાખવું નહીં તો મોટા પ્રોજેક્ટ હાથમાંથી નીકળી જતા વાર નહીં લાગે નોકરી પણ જવાની શક્યતા છે. જુના કરેલા કર્મો નુકસાન રહેશે. નોકરી કરતી જગ્યાએ અપમાનિત થવું પડે કલંક પણ લાગે તો ખાસ ધ્યાન રાખવું. જે લોકો જમીન ને લગતા કે જમીનમાંથી નીકળતી વસ્તુ ને લગતા વ્યવસાયમાં હશે તેમને આ વર્ષે થોડુંક મધ્યમ રહેશે વ્યાજકે લોન લઈ કોઈ કાર્ય કરવું નહીં.
આરોગ્ય માંપડવા વાગવા કે એક્સિડન્ટયોગ બને છે. તેથી શારીરિક નુકસાન વધુ જોવા મળશે સમય રહેતા ધ્યાન આપવામાં આવશે તો વધુ સારું. ઇન્ફેક્શન એલર્જી થવાની શક્યતાઓ છે. એસિડિક વસ્તુઓથી દૂર રહેવું.
સ્ત્રીઓને અચાનક ક્યાંથી મદદ મળી રહે નવાં વ્યવસાય શરૂ કરતી સ્ત્રીઓ માટે આ વર્ષ સારું રહેશે જે પહેલેથી જ વ્યવસાયમાં છે. તે ઊંચાઈઓ સર કરશેઅને આર્થિક સારો લાભ ઉઠાવી શકશે નોકરિયાત મહિલાએ વ્યાજ કે કરજે લેવું નહીં અન્યની મદદ લેવી નહીં. બાળકો તરફ વધુ ધ્યાન આપો તે અવળા રસ્તે ન જાય તેનું ધ્યાન રાખવુંકે બીજી જગ્યાએ કેન્દ્રિત કરવું.
- કન્યારાશિ :-
કન્યા રાશિના જાતકો નવાસાહસમાં જોડાઈ શકે છે. મિત્રોનીઆર્થિક મદદમળી શકશે. આ વર્ષે તેના બોલેલા કે કરેલા કાર્યોમાં સફળતા જોવા મળશે વાણી વર્તનમાં અભિમાન કે કડકાઈનો ભાવ દેખાયનમ્રતા રાખવીનોકરી કરતા વ્યક્તિ નોકરી ની જગ્યાએ આરોપ લાગી શકે છે. જેનાથી નોકરી પણ જઇ શકશે અને અપમાનિત થવું પડશે. આર્થિક વ્યય વધુ થાય. ધાર્મિક કાર્ય કરવુંવિચાર અને વાણી બદલવા. જેને જમીન, મકાન કે ખેતીવાડી વેચવી પડે. ગુઢ વિદ્યા નો સહારો લેવો પડે. આ વર્ષે તમારી જે કલ્પના હતી એ સત્ય થશે.
આરોગ્ય વધારે ખરાબ રહે, હાર્ટ એટેક, વેન બ્લોક કે પેરાલીસીસ થવાની શક્યતા વધારે ખાંન પાનમાં અને વ્યવહાર વર્તનમાં સારું રહેવું.કોઈની મદદ લેવી પડે તો લેવી. પોતાના નિર્ણયો પોતે લેવા
સ્ત્રીઓ ને લાભ રહે આ વર્ષે મકાનમાં રીનોવેશન કરવું કે નવું મકાન લેવું હોય તો લઈ શકશો. બાળકો પર વધારે ધ્યાન દેવું તેમની શારીરિક પીડાઓમાં સમયસર નોંધ લેવી જરૂર પડે તો અભ્યાસ માટે અન્યની મદદ લેવી.
- તુલારાશિ :-
તુલા રાશિ ના જાતકોને અચાનક અઘટિત ઘટના બને વિદેશ ગયેલા વ્યક્તિઓ પરત આવવાની શક્યતા જીવન એકલવાયું હોય તેવો અનુભવ થાય આર્થિક નુકસાન જોવા મળે વધુ કરજ થાય. લોન કે વ્યાજે પૈસા લેવા નહીં. જમીન મકાન વેચવું પડેપોતાના અભિમાની સ્વભાવના કારણે વધારે આર્થિકનુકસાન જોઈ શકો. સાચા સંબંધોની ઓળખાણ થાયપિતરાઈ ભાઈઓ પર વધુ વિશ્વાસ નુકસાની તરફનો માર્ગ છે. તો કોઈ સ્ત્રીનુંભૂલથી પણ અપમાન થયું હશે તો તેનું ફળ આ વર્ષે મળશે.અંદરની પીડા શરીર પર અસર કરશે. પોતાની જાત ઉપર વિશ્વાસ ગુમાવતા હોય એવું લાગે.
આરોગ્ય વધારે ખરાબ થવાને કારણેસર્જરી થવાની શક્યતાબીજા પાસે કોઈ આશા રાખવી નહીં. બાળકોમાં નવી પ્રકારનો રોગ શરીરને નુકસાન કરે તેની તકેદારી રાખવી સ્ત્રીઓમાં પેટની તકલીફો વધુ જોવા મળશે.
બાળકો માટે વિશેષ ધ્યાન રાખવું. તેમની મિત્ર સંગતતા બીજાને નુકસાન કરી શકે છે. પોલીસ કેસ, કોટ કચેરી થઈ શકે છે. આમાં સ્ત્રીઓએ દૂર રહેવું જે કારણથી તે કાર્યના ભાગીદાર ના ગણાય સ્ત્રીઓ સમયે રહેતા જો પોતાનો વ્યવસાય અલગ કરી લે તો એ સારું રહેશે. નોકરી કરતી બહેનોને આ વર્ષે નોકરી છૂટી જશે કે છોડવી પડશે.ઘરમાં કજીયા કંકાસ નો વધારો જોવા મળશે. પિયર પક્ષે પણ અપમાનિત થવું પડશે.
- વૃશ્ચિક રાશિ :-
વૃશ્ચિક રાશિના વ્યક્તિઓનેઆ વર્ષે ધંધામાં મોટી ખોટ આવી શકે છે જૂનું લેણું પરત આવી શકશે નહીં. કોઈ સ્ત્રીનું અપમાન કર્યું હશે તો આ વર્ષે ઈશ્વરતેની સજા આપશે. કોર્ટ કચેરીમાં સમાધાન કરી વલાણા બનાવો નહિતર આર્થિક નુકસાન વધુ થશે શારીરિક માનસિક રીતે બધી રીતે નુકસાની છે આ વર્ષ આત્મહત્યા કરવાનો પણ વિચાર આવી શકે. ખર્ચ વધુ જોવા મળશે નવું સાહસ કરવું નહીં નોકરિયાત વર્ગનેબઢતી નાયોગ છે. એજન્સીકે કંપનીહશે તો તેનું લાઇસન્સ રદ થશે. વ્યવહારિક વલણ સારું રાખો. બીજાની પાસે કોઈ મદદની આશા રાખવી નહીં.
આરોગ્ય માંનવી નવી પ્રકારના રોગ શરીરમાં પ્રવેશ કરે સર્જરી કરાવી પડે ડાયાબિટીસ, બીપી ના દર્દીઓને આ વર્ષે સર્જરીના યોગ વધુ છે. આરોગ્યના કારણે ઘરના વ્યક્તિઓના ગુમાવો તેવીશક્યતાઓ વધુ રહેશે.જેવું કરશો તેવુંપામશો.
સ્ત્રીઓ અને બાળકોમાં આવશ્ય શારીરિક પીડા ઓછી થશે જો તમે આગળ અભ્યાસ કરવા માગતા હો તો કરી શકશોસ્ત્રીઓએ કોઈ પાસેથી નાણા ઉછીના લેવા નહીં બીજાની મદદ નુકસાન કરી શકે છે. પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકો છો. તમારી આવડત વધુ લાભકારી છે. ધાર્મિક કાર્યકરાવવું પડે.
- ધનુ રાશિ:-
ધનુ રાશી ના જાતકો જીવનમાં એક સાંધતા તેર તૂટે તેઓ માહોલ રહે. વિદેશી વ્યવસાય સાથે કાર્યકર્તા વ્યક્તિને આર્થિક નુકસાન મોટાપાયે રહે. કમિશનથી કાર્યકર્તા લોકોને સારું રહે. શિક્ષણ ક્ષેત્રે કાર્યકર્તા લોકોને આ વર્ષ સારું. પણ ઉપરની કમાણી કરવા જતા અપમાનિત થવું પડે કે જગ્યા છોડવી પડે. મિત્રો કે પરિવારના સદસ્યો પણ તમારાથી અળગા રહે જેટલું આગળ વધવાની કોશિશ કરો તેટલું પાછળ જશોશેરબજાર કે કોમોડિટીમાં પણ આર્થિક નુકસાન જોવા મળશે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાણી વ્યર્તન સારા રાખવા. નાની બાબતોમાં ઝઘડા પર ઉતરી આવો પરિવારના સદસ્યો પણ તમારાથી અળગા રહે.
આરોગ્ય બાબતમાં આ વર્ષે પેટના દર્દો આંખમાં તકલીફ અને પીઠના દર્દો વધુ રહેશે ઘણીવાર એક થી વધારે વાર ટ્રીટમેન્ટ કરાવી પડે છતાં કોઈ સારું રિઝલ્ટ ના મળે બાળકોમાં પાણીજન્ય રોગો કે કેમિકલ યુક્ત પીણાથી વધુ રોગ જોવા મળશે. બહેનોને પેટ અને પગમાં તકલીફ વધુ થશે.
સ્ત્રીઓનેઘરમાં ચાલતા ઝઘડાઓ વચ્ચે ચૂપ રહેવુંવધુ સારું છે. બાળકો પ્રત્યેના નિર્ણયો ના લેવા બીજી સ્ત્રીઓને હેલ્પ ના કરવી તમારા માટે હિતાવહ રહેશે. બાળકોને આગળ ભણવું હોય તો મહેનત સાથે બીજાની મદદની જરૂર પડશે તો લેવામાં સંકોચ અનુભવો નહીં રમત ગમતના શોખીન માટે આ વર્ષ સારું રહેશે. વાણીપર સંયમ રાખો.
- મકર રાશિ :-
મકર જાતિના જાતકોને જમીન, કે મકાનના પ્રશ્નો યથાવત રહેપૂર્વજોની મિલકત માંથી હકીસો નહીં મળે. ધંધામાં જો કોઈ રોકાણ કર્યું હશે તે રોકાણમાંથી અડધી રકમ અન્યને આપવી પડશે જે લોકો પાસે એજન્સી છે. તેવા લોકો સમય રહેતા તેનો હિસાબ કિતાબ કરતા રહે વાણી પર સંયમ રાખો. નહિતર હાથમાં આવેલી તક પણ ગુમાવી દેશો મેડિકલ, ડોક્ટરી કેમિકલ,વકીલાત વાળા વ્યક્તિ કોને વધુ સારું રહેશે શિક્ષણ ક્ષેત્રકે પત્રકારિતાજેમાંલોકોને આગળ વધવું છે. તે આમાં વધી શકશે રાજકારણીઓ અને સામાજિકકાર્ય કરતા સમય જોઈને ચાલુ.
આરોગ્યમાં નાની મોટી તકલીફો રહેશે એકસીડન્ટ થવા કે સોટ લાગવાના ચાન્સીસ વધુ છે. બાળકોમાં આ વર્ષે આરોગ્ય સુધરતું જણાશે. બાળકોને જે જન્મથી બીમારી છે તેમાં અમુક બીમારીના ચિન્હો જોવા મળશે.
બાળકમાંવધારે એકલવાયું જોવામળેઘણીવાર ચિત્ર વિચિત્ર વર્તન પણ કરતા જોવા મળે. સ્ત્રીઓનેજેમને બાળક નથી તેમને બાળકની આશા ફળશે.સ્ત્રીઓમાં વધારે ચીડિયો સ્વભાવ થતો જોવા મળે આર્થિક રીતે પણ હાથ છૂટો હોય.નાણા યોગ્ય જગ્યાએ વાપરવા ધાર્મિક પ્રવાસ સ્થળ.
- કુંભ રાશિ :-
કુંભ રાશી ના જાતકોને સમય પ્રમાણે વર્તન કરવું જરૂરી છે નહીં તો નોકરીજવાની વધારે શક્યતા છે બીજા ઉપર વિશ્વાસ કરી કોઈ કાર્ય કરવું નહીં ધંધામાં આવક સામે જાવક સરભળ થઈ જશે જે વ્યક્તિઓ બીજાગામ શિફ્ટ થવા માંગતા હોય તે થઈ શકે છે. બધાનો સાથ સહકાર રહેશે છતાં એકલવાયું જીવન લાગશે બીજા ગામ જવાથી ધંધામાં સારું રહેશે નવી આર્થિક ઉપાર્જન થશે. વિદેશ જવાના ચાન્સ વધશે જો ત્યાં સ્થિર થવું હોય તો પણ તમારી માટે સારું રહેશે. જે લોકો ધાર્મિક કાર્યકર્તા હશે તેનામાં ધર્મની ભાવના વધશે.
આરોગ્ય નરમ ગરમ રહેશે ઘણીવાર વાતાવરણનો પણ વધારે પ્રભાવ રહેશે. હાથમાં તકલીફ અને કાનમાં તકલીફ જોવા મળશે ઘણીવાર મગજ સુધી લોહી નહીં પહોંચતો હોય તો તેની સર્જરી કરાવી પડશે. ઘણા બાળકોને બોલવામાં તકલીફ હશે તો તે હવે બોલી શકશે. વધારે પડતા વાતાવરણના ફેરફારને લીધે ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે.
સ્ત્રીઓને આગળ ભણવું હશે તો તે ભણી શકશે તેમને કોઈ કાર્ય સાથે જોડાવુંહશે તો તે તેમાં જોડાઈને સારો એવો વ્યવસાય કરી શકે છે. જીવનમાં દરેક તબક્કે આપ બળ આગળ વધી શકો તેમ છો આ વર્ષ તમારા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે જો તેને સમયસર ઉપયોગ કરશો તો તમારા માટે સોનાનો સુરજ છે. બાળકોનું ધ્યાન વધારે રાખવું.
- મીન રાશિ :-
આ રાશિના જાતકોને જમીન મકાન વેચવાનો વારો આવે વારસાઈ પ્રોપર્ટી મળે નહીં. આ વર્ષ શારીરિક પીડાઓ વધુ રહે કે વડીલોનીબીમારી ના કારણે વધારે તકલીફ રહે. મધ્યમ વર્ગને આ વર્ષે એક જ વાયુ લાગે. સમાજમાં પણ તેનો તિરસ્કાર થાય નવો વ્યવસાય શરૂ કરવા ઉત્તમ સમય રહેશ જે વિદ્યાર્થીઓને સાયન્સ ટેકનોલોજી ફિલ્ડમાં જવું હોય તો તે જઈ શકશે. શહેર છોડવું પડે બીજાનો ગેરલાભ ઉઠાવ્યો હશે તો હવે તેનું ભરણું કરવું પડશે. સમય હાથમાંથી વયા ગયા પછી કશું આત્મા આવતું નથી. પોતે દુઃખી થઈ બીજાને પણ દુઃખી કરશે નોકરી માટે બહારગામ જવું પડશે.
આરોગ્ય માં દિવસે દિવસે ડાયાબિટીસ,બી પી, થાઇરોડ, વાનો, રોગ હશે તોવધવાની શક્યતા ખરી, શરીરની વેન બ્લોકે જશે તો સર્જરી કરાવી પડશે. જુના દર્દોમાં વધારો થશે. બાળકોમાં ખાનપાન નું ધ્યાન રાખવું. એલર્જી વાળ વસ્તુથીદુર રાખો.
જેસ્ત્રીઓ સ્વતંત્ર આર્થિક ઉપાર્જન કરે છે તેના માટે મધ્યમ રહેશે જે વ્યવસાયમાં છે તેની માટે ઉત્તમ રહેશે આગળ જતા તેમના કાર્યોની સરાહના થશે. પરંતુ ઘણા તેમ તેમણે કરેલા દરેક કાર્યો સમાજની દ્રષ્ટિએ અસામાજિક પ્રકૃતિ હશે. તેથી લોકો તેનાથી દૂર રહેશે. દાન અનેધર્મનુંકાર્ય કરાવું. બાળકો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે નહીં તો તેમની કારકિર્દી આ વર્ષે પૂર્ણ થઈ જશે.
2025 નું વર્ષ ખૂબ આર્થિક માનસિક શારીરિક રાજકીય દરેક જગ્યાએ મુશ્કેલુ ભર્યું રહેશે. ક્યારે કયો વળાંક આવશે. એક પણ રાશિને ખબર નહીંપડે નવા ત્રણ પ્રકારના રોગ જોવા મળશે જે ખૂબ જ ખતરનાક કશું જેમાં શરીરના અંદરના અંગો ખવાતા જશેઅને ટૂંક જ સમયમાં મૃત્યુ પણ થતું જોવા મળશે ઘણા એવા રોગમાં કે લોહીની ઉલટીઓ થશે લોકો કામ ધંધે નહીં જઈ શકે અને આર્થિક નુકસાન ભોગવવું પડશે. રાજકીય પક્ષે લોકો વારેવારે બદલાવ જોવા મળશે કોઈ એક પાર્ટી સત્તા ઉપર નહીં રહે.આ વર્ષે અનેકસાધુ-સંતોમાં દુષ્કર્મનું પ્રમાણ વધતું જોવા મળશે.સ્ત્રી અને પુરુષોમાં લગ્નનું પ્રમાણ ઓછું જોવા મળશે. સ્ત્રીઓમાં ઘણો બદલાવ જોવા મળશે અને સ્ત્રીઓ સિંગલ મધર બનશે.નાની નાની ઉંમરના બાળકો વધારે મૃત્યુ પામશે. ઠંડીનું પ્રમાણ વધશે કમોસમીવરસાદ જોવા મળશે. ઘણા દેશોમાં પાણીથી ખૂબ મોટાભાઈ નુકસાન જોવા મળશે.ગયા વર્ષ કરતા આ વર્ષે પણ વધારે અગ્નિકાંડ જોવા મળશે. જે અકલ્પનીય હશે. વિદેશ વસતા વ્યક્તિઓ કે ભણવા ગયેલા વિદ્યાર્થીઓ મોટાપાયે પરત ફરશે. કળિયુગ ની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ અહીં જોતા ઘણા બધા એવા ગ્રહોને આધારિત પણ જીવન શક્ય છે. જેથી તેનું ફળ દરેકનાં ગ્રહોઅને જન્મને આધારિત જોવા મળશે