Mumbai,તા.13
2024 માં કેન્સર માટે હોસ્પિટલમાં દાખલ થવાનાં કેસોની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો સાથે કેન્સરનાં ઈલાજ માટે સૌથી વધુ વીમાના દાવાઓ કરવામાં આવ્યાં હતાં. બીજા ક્રમે હ્રદયરોગના કેસોના દાવાઓ કરાયાં હતાં. 2024 માં, વીમા કંપનીઓ માટે મોટાભાગનાં હોસ્પિટલમાં દાખલ થવાનાં દાવા માટે પાંચ બીમારીઓ જવાબદાર હતી. જેમાં, શ્વસનની બિમારીઓના દાવાઓમાં 10-13 ટકાનો વધારો થયો હતો.
હેલ્થ ઈન્સ્યોરન્સ ડેટા મેડીઆસિસ્ટ હેલ્થકેર સર્વિસીસના દાવાઓના વિશ્લેષણ પર આધારિત છે, જે આરોગ્ય વીમાના સૌથી મોટા સંચાલક છે અને જે તમામ હોસ્પિટલમાં દાખલ થવાનાં દાવાઓના પાંચમાં ભાગનાં દાવાઓ સંભાળે છે.
કેન્સરના કિસ્સામાં “પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં 1.2- 1.5 ગણા વધુ કેસ જોવા મળે છે, જ્યારે ડેટા સૂચવે છે કે પુરુષોમાં સ્ત્રીઓની તુલનામાં હૃદય સંબંધી બિમારીઓનો દર આશરે 1.3-1.5 ગણો વધારે છે.
વરિષ્ઠ નાગરિકો માટે, હોસ્પિટલમાં દાખલ થવાનું સૌથી સામાન્ય કારણ મોતિયાની સારવાર હતી. મેડીઆસિસ્ટના મુખ્ય દાવા અધિકારી ડો. વિજય શંકરને જણાવ્યું હતું કે “હવે ઘણી જાગરૂકતા છે અને શસ્ત્રક્રિયાઓ માટે સુવિધાઓમાં વધારો થયો છે, જેનાં પરિણામે વહેલી શોધ અને વધુ પ્રક્રિયાઓ થઈ શકે છે. તેમણે કહ્યું કે શ્વસન સંબંધી બિમારીઓની સારવારમાં વધારો થયો છે કારણ કે લોકોમાં જાગૃતિ આવી છે, પ્રદૂષણ અને કોવિડની સંભવિત લાંબા ગાળાની અસરને કારણે બીમારી પણ વધી છે.
તેમણે કહ્યું કે “કોવિડ પછી, લોકો શ્વસન સંબંધી બિમારીઓ વિશે વધુ સાવચેત છે. તેમણે કહ્યું કે જ્યારે લોકો લાંબુ જીવે છે, ત્યારે તેઓ સ્વસ્થ હોય તે જરૂરી નથી. તેમણે કહ્યું કે “જેમ જેમ આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ થતો જાય છે તેમ, ખોરાકની પેટર્ન બદલાઈ ગઈ છે, અને વધુ તણાવ છે. ડાયાબિટીસ અને હાયપરટેન્શનના કેસો વધી રહ્યાં છે, જે હૃદયરોગોમાં વધારો કરે છે. તેમણે કહ્યું કે ચેપી રોગોમાં ઘટાડો થયો છે પણ લાંબાગાળાની બીમારીઓ જેમ કે હ્રદયરોગ કેન્સર, શ્ર્વસનતંત્ર સંબંધી બીમારીઓ વધી છે.