Junagadh,Surat,તા.10
રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. આ દરમિયાન જૂનાગઢ અન સુરતમાં આપઘાતની ઘટના સામે આવી છે. જૂનગઢમાં 20 વર્ષીય યુવતી અને સુરતમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરી લીધો છે.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મી વેગડા નામની યુવતી આપઘાત કરી લીધો છે. તેણે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમા તે રડતા રડતા કહી રહી છે કે,’ભાઈ તું મમ્મીનું ધ્યાન રાખજે હું જાઉં છું’ જે બાદ ઘરમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાધો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ભવિષ્યના ડરના કારણે યુવતી આ પગલુ ભરતી હોય તેવુ જણાવી રહી છે. જોકે, સુરતમાં 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાનો આપઘાત સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક શિલ્પાબેનના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં સાતમી માર્ચે અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતાં. પરંતુ, હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું.