Vadodaraમાં ૧૯ વર્ષીયને વિધર્મી યુવકે પોતાની હવસનો શિકાર બનાવી

Share:

Vadodara,તા.૬

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતી અને કોલેજના પ્રથમ વષર્માં અભ્યાસ કરતી એક યુવતીને એક વિધર્મીએ પોતાની હવસનો શિકાર બનાવી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ૧૯ વર્ષીય યુવતી કાસમ ચૌહાણ પાસે ટ્યુશન ક્લાસ જતી હતી. જ્યાં કાસમ ચૌહાણે આ યુવતી સામે પોતાની સાચી ઓળખ છુપાવી પ્રેમના પાઠ ભણાવ્યા હતા અને ત્યારબાદ પિતાની હવસ સંતોષવાનું શરૂ કર્યું હતું અને અંગત પળોના ફોટા પાડી લીધા હતા. સમાજમાં બદનામ કરવાની ધમકી આપી કાસમ ચૌહાણ વારંવાર આ યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો.

યુવતીની તબિયત લથડતા માતાને આપવીતી જણાવી હતી. માતાએ હિંમત આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસ સમક્ષ ૧૯ વર્ષીય પીડિત યુવતીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા હિન્દુ સંગઠનોએ પોલીસ સ્ટેશન ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને વિધર્મી આરોપીને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી હતી.

પીડિતાની ફરિયાદ બાદ અટલાદરા પોલીસે વિધર્મી કાસમ ચૌહાણની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે પીડિતાની ફરિયાદ અનુસાર જ્યારે ધોરણ-૧૧માં અભ્યાસ કરતી હતી, ત્યારે કાસમ સલીમભાઇ ચૌહાણ તેના ઘરે ટ્યૂશન ક્લાસીસ ચલાવતો હતો અને તે સાંજના ૫થી ૬ વાગ્યા સુધી ટ્યૂશન ક્લાસીસ જતી હતી. બે વર્ષ સુધી ત્યાં ટ્યૂશન ક્લાસીસ કર્યા હતા અને તે વખતે બંને વાતચીત કરતાં હતાં અને ધોરણ-૧૨ પાસ કર્યા પછી તેણે બી.કોમમાં એડમિશન લીધું હતું.

ઓક્ટોબર-૨૦૨૪માં વડોદરા સ્થિત કોલેજથી કાસમ તેની બાઈક ઉપર બેસાડી છાણી તરફ ફરવા લઈ ગયો હતો અને ત્યારબાદ નવેમ્બર-૨૦૨૪માં પાદરા બસ ડેપોથી બાઈક ઉપર બેસાડીને ફરવા જઈએ છે, તેમ કહી ચાપડ ગામ સંતકબીર સ્કૂલ તરફ લઈ ગયો હતો અને ઝાડીમાં લઈ જઈ ’તું મને તારી સાથે શરીર સબંધ બાંધવા દે નહીં તો હું તારા ઘરનાને ફોટા બતાવી દઈશ’ તેમ કહી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ધાકધમકી આપી વારંવાર પોતાની હવસ સંતોષી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપી કાસમ ચૌહાણે બી.એ.એલએલબી અને એલએલએમ કરેલું છે. આરોપી યુવતીનો વિશ્વાસ કેળવવા તેની સાથે મંદિરે પણ જતો હતો. પોતે કાયદાનો જાણકાર હોય યુવતીને ગર્ભ ન રહી જાય તેના માટે ગર્ભનિરોધક ગોળીઓ પણ આપતો હતો. ત્યારે પોલીસને શંકા છે કે આરોપી પોતે કાયદો ભણેલો હોવાથી ભૂતકાળમાં પણ એણે યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવી હોય શકે છે. ત્યારે પોલીસે આરોપી કાસમ ચૌહાણની કર્મકુંડળી કાઢવા તેની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *