Keshod ,તા.16
કેશોદના પાણખાણ ગામે સેઢા તકરાર ને લયને બે દિવસ પહેલા મારામારી નો મામલો સામે આવ્યો હતો અને તેમાં એક આઘેડ ખેડૂતની હત્યા થઈ હતી અને પાંચ જેટલા લોકો ઘાયલ થયા હતા ત્યારે આ મામલે પોલીસે કુલ ચાર મહિલા સહિત 15 ઈસમોની ધરપકડ કરી છે અને ઝડપી પાડવામાં આવેલ છે.
તમામ ઈસમો એક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે આ મારામારી ખેતરના રસ્તે ચાલવા બાબતની તકરારને લઇ થઈ હતી અને તેમાં પીઠરામ ગાંગણા નામના ખેડૂતની હત્યા થઈ હતી અને આ બનાવમાં અન્ય પાંચ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે તકરાર ચાલતી હતી.ગત 12 એપ્રિલના સવારે પહેલા બોલાચાલી બાદ પાઇપ વડે હુમલો કરવામાં આવતા તેમાં પીઠરામભાઈ ગાંગણા ખેડૂતનું મોત થયું હતું ત્યારે આ બાબતે કેશોદ પોલીસે ઝડપી પાડવામાં આવેલ તમામ ઈસમોની હાલમાં પૂછપરછ હાથ ધરી અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.