Morbi,તા.29
માળિયા (મી.) માં રહેતા મોવર પરિવારના ૧૪ સભ્યોને ફૂડ પોઈઝનીંગ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા પરિવારના બાળકો, મહિલાઓ સહિતનાએ ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનીંગ થયાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે
માળિયાના ખારા વિસ્તારમાં શહેનશાવલીના પાટિયા પાસે રહેતા રહીમ કરીમ મોવર પરિવારના ૧૪ સભોયને ફૂડ પોઈઝનીંગ થયું છે બપોરે નોનવેજમાં ઝીંગાનં શાક ખાધા બાદ પરિવારના સભ્યોને ઝાડા અને ઉલટી થયા હતા પરિવારના ૬ પુરુષ, ૫ મહિલાઓ અને ૩ બાળકો એમ કુલ ૧૪ સભ્યોને ફૂડ પોઈઝનીંગ થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જે બનાવ અંગે માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે