Americaથી વધુ 12 ભારતીયો સ્વદેશ પરત:કોઈ ગુજરાતી નથી

Share:

New Delhi,તા.24

અમેરિકામાં ગેરકાનુની ઘુસેલા ભારતીયોને પરત મોકલવા ટ્રમ્પ શાસને ચાલુ કરેલી ઝુંબેશમાં વધુ 12 ભારતીયોને પરત મોકલ્યા છે અને પ્રથમ વખત હવે આ ‘ડિપોર્ટી’ માટે અમેરિકી લશ્કરી નહી પણ તુર્કી એરલાઈનની કોમર્શિયલ ફલાઈટનો ઉપયોગ કરાયો હતો.

આ ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા તેમાં કોઈ ગુજરાત નહી દિલ્હીમાં જે 12 લોકોને પરત મોકલાયા છે તે તમામ અગાઉ અમેરિકાએ પનામા થઈને ભારત મોકલ્યા છે.

પનામા અને કોસ્ટારીકાના ગેરકાનુની વસાહતીઓને આ દેશમાં મોકલાયા તેની સાથે આ 12 ભારતીયો પણ પરત મોકલાયા હતા. પનામામાં કુલ 300 જેટલા ભારતીયો છે તેને હવે અલગ અલગ ફલાઈટથી પરત મોકલાશે.

ગઈકાલે આવેલા 12 ભારતીયમાં ચાર પંજાબના છે જેને દિલ્હીથી અમૃતસરની ફલાઈટમાં બેસાડી દેવાયા છે અને ઉતર ભારતના છે જેઓને પોલીસ સુરક્ષા હેઠળ તેમના વતન રવાના કરાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *