Prayagrajતા.1
મહાકુંભમાં 73 દેશોના રાજદ્વારીઓ અને 116 જેટલા વિદેશી અતિથિઓ આજે પહોંચી રહ્યા છે. સૌથી પહેલા અરૈલ સ્થિત મેળાના અસ્થાયી સર્કીટ હાઉસ ત્રિવેણી સંકુલમાં તેઓ પહોંચશે.
ત્યારબાદ તેઓ સંગમમાં ડૂબકી લગાવશે. સાથે સાથે તેઓ બરૈલમાં પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવશે. તેઓ બધા અખાડાઓની પરંપરાઓ અને આધ્યાત્મિક સંસ્કૃતિની મુલાકાત પણ લેશે.
પ્રયાગરાજમાં આજે શનિવારે 73 દેશો અમેરિકા, રશિયા, જાપાન, જર્મની, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, બ્રાઝીલ, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ઈટલી, કેનેડા, સ્વીટઝર્લેન્ડ, થાઈલેન્ડ જેવા દેશોના રાજદ્વારીઓ મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ અખાડાઓની પરંપરાઓ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સાક્ષાત્કાર કરશે.
વિભિન્ન દેશોના રાજદ્વારી મિશનોના પ્રમુખ શનિવારે બપોરે 11 વાગ્યે મહાકુંભ પહોંચશે. એરપોર્ટથી તેમને બસ દ્વારા મેળા ક્ષેત્રમાં લઈ જવાશે. હનુમાન મંદિરમાં કરશે દર્શન-પૂજન: સૌથી પહેલા અરૈલ સ્થિત અસ્થાયી સર્કીટ હાઉસ ત્રિવેણી સંકુલ પર તેઓ પહોંચશે.
ત્યારબાદ પ્રતિનિધિ મંડળ સંગમમાં ડૂબકી લગાવશે. ત્યારબાદ અક્ષયવર, સરસ્વતી કૂપ અને હનુમાન મંદિરમાં દર્શન-પૂજન કરશે. ત્યાંથી બધા ડિઝીટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં જશે.
સેકટર-6માં આવેલ ઉતરપ્રદેશ સ્ટેટ પેવેલિયન પ્રદર્શનીમાં પણ જશે. ત્યાંથી બધા મહાકુંભમાં અખાડા નગરમાં ભ્રમણ કરવા જશે. અખાડાના સંતોના આશીર્વાદ લઈને રાજદ્વારીઓ સાંજે યમુના સંકુલ પહોંચશે. રાત્રે અશોક સ્તંભ સમક્ષ ગ્રુપ ફોટો લેવા ઉપરાંત પ્રતિનિધિમંડળ 9 વાગ્યે દિલ્હી રવાના થશે.