Morbi,તા.24
સાવડીથી ઓટાળા ગામ જતા રોડ પર કાર ચાલકે શ્રમિક પરિવારના બાળકને હડફેટે લેતા ૧૦ વર્ષના માસૂમનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં રહીને મજુરી કરતા ખજાનભાઈ ભીમસિંહ રાઠવા (ઉ.વ.૨૯) આરોપી કાર જીજે 03 જેએલ ૬૩૯૨ ના ચાલક નવનીતભાઈ વેલજીભાઈ બોડા રહે ધ્રોલ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૨૩ ના રોજ સવારે ખાતર ભરવા ફરિયાદી સાવડી ગામમાં ગયો હતો અને પત્ની તેમજ બાળકો વાડીએ હાજર હતા નવેક વાગ્યે શેઠ શિવલાલભાઈનો ફોન આવ્યો કે તારો પુત્ર શૈલેશને સાવડી રોડ પર પેટ્રોલ પંપ પાસે કોઈ વાહનચાલકે અકસ્માત કર્યો છે જેથી સ્થળ પર પહોંચતા પુત્રને રોડ પર સુવડાવ્યો હતો અને ૧૦૮ મારફત હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે મરણ ગયેલ જાહેર કર્યો હતો
આમ સાવડી ગામના એસ આર પેટ્રોલ પંપ પાસે ફરિયાદીનો પુત્ર શૈલેષ ખજાનભાઈ રાઠવા (ઉ.વ.૧૦) વાળાને કારચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે