Bapunagar માં ૧૦ વર્ષના બાળકની હત્યા, પિતા જ નીકળ્યો દીકરાનો હત્યારો

Share:

Ahmedabad,તા.૫

અમદાવાદનાં બાપુનગરમાં સગા બાપે દીકરાની નિર્મમ રીતે હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાનાં ૧૦ વર્ષીય દીકરા ઓમને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દેતાબાળકનું મોત નિપજ્યું હતું. હત્યા બાદ પિતા ફરાર થઈ ગયો હતો. ત્યારે આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા હત્યારા પિતાને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદનાં બાપુરનગર વિસ્તારમાં રહેતો ઓમ (ઉ.વર્ષ.૧૦) ઘરે હતો. ત્યારે તેના પિતા દ્વારા દીકરાને પાણીમાં ઝેર મેળવીને પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે થોડા સમય પહેલા સરખેજનાં ભૂવા નવલસિંહ દ્વારા પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી હત્યા કરી નાંખી હતી. તે જ રીતે આરોપી પિતા દ્વારા પોતાનાં દીકરાને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે બાપુનગર પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદનાં બાપુનગરમાં ૧૦ વર્ષીય દીકરાને પિતાએ મોતને ઘાટ ઉતાર્યાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા લોકોએ પિતા પર ફીટકાર વરસાવી હતી. ત્યારે આરોપીની પત્નિ રિસામણે મહેસાણા ગઈ હતી. ત્યારે પિતા દ્વારા ક્રૂરતા પૂર્વક દીકરાની હત્યા કરી દીધી હતી. બાપુનગર પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યારા પિતાને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં બાળકની હત્યા કર્યા બાદ ખુદ પિતાને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. પરંતું પિતા આત્મહત્યા કરે તેનાં ગણતરીનાં કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *