૨૦ વર્ષના ગુરફાને Salman Khan ને મારી નાખવાની ધમકી આપી

Share:

Mumbai,તા.૨૯

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીના ફોન પર આપવામાં આવી છે. સલમાનની સાથે ઝીશાન સિદ્દીકીને પણ મારી નાખવા માટે કહેવામાં આવ્યું છે. પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિની નોઈડાથી ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસની ટીમે ગુરફાન ખાન ઉર્ફે મોહમ્મદ તૈયબની નોઈડાના સેક્ટર ૩૯માંથી ધરપકડ કરી છે. ગુરફાન ખાન ઉર્ફે મોહમ્મદ તૈયબ જે યુપીના બરેલીનો રહેવાસી છે. તેણે જ ઝીશાન સિદ્દીકીની ઓફિસમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ આરોપી હાલ દિલ્હીમાં રહેતો હતો. દિલ્હીમાં સુથાર તરીકે કામ કરે છે. જોકે, આરોપી ગુરફાનની નોઈડામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડના થોડા સમય પહેલા જ મુંબઈ પોલીસે નોઈડા પોલીસને જાણ કરી હતી. આ પછી સંયુક્ત કાર્યવાહીમાં તેને નોઈડા સેક્ટર ૩૯માંથી પકડવામાં આવ્યો હતો. હવે પોલીસ તેના અન્ય સાગરિતો અને ગેંગ વિશે પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુરફાન ખાને સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે ઝીશાન સિદ્દીકીને પણ ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. આરોપીએ પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની વાત કરી હતી. હવે મુંબઈ પોલીસની ટીમ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેની સાથે નોઈડાથી મુંબઈ જવા રવાના થઈ છે.

તમને જણાવી દઈએ કે જીશાન સિદ્દીકી એનસીપી નેતા બાબા સિદ્દીકીનો પુત્ર છે. આ મહિનાની ૧૨ તારીખે બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *