Jasdan,તા.27
પંચાળ ફિલ્મ સ્ટુડિયો દ્વારા અનોખું ગુજરાતી ધાર્મિક ચલચિત્ર ધરમ શુક્રવારે જસદણના સીટી પ્રાઈડ થિયેટરમાં પ્રસ્તુત થશે ફિલ્મ નિર્માતા માનભાઇ કવિ તથા પંચાળ બોર્ડના વિનોદ વાલાણી એ પત્રકાર નરેશ ચોહલીયા ના ફાર્મ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી
જસદણમાં શુક્રવારે સીટી પ્રાઈડ થિયેટરમાં પાંચાળ ફિલ્મ સ્ટુડિયો પ્રસ્તુત અનોખું ગુજરાતી રંગીન ધાર્મિક ફિલ્મ ધરમ” 3 કલાકે મુહૂર્ત સાથે રિલીઝ થશે ગુજરાતભરના સુપ્રસિદ્ધ ફિલ્મ કલાકારો અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરી ફિલ્મ શો ખુલ્લો મુકાશે જસદણના પત્રકાર નરેશભાઈ ચોલીયાના ફાર્મ હાઉસ ખાતે ધરમ ફિલ્મના નિર્માતા માનભાઇ કવિ તથા પંચાળ વિકાસ બોર્ડના ચેરમેન વિનોદભાઈ વાલાણી ઍ ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પંચાળના સૌ પ્રથમ ધાર્મિક ચલચિત્ર ધરમ ફિલ્મ વિશેની સંપૂર્ણ જાણકારી અને માહિતી આપી હતી
કાઠીયાવાડી આપણી તળપદી ભાષાને જીવંત રાખવા અને આવનાર પેઢીને માતૃભૂમિ અને માતૃભાષા પ્રત્યેનો લગાવ વધે તેવા પ્રયાસથી પાંચાળ પ્રદેશના વિછીયા તાલુકાના છાસીયા ગામના વતની માનભાઈ કવિએ પોતાની આગવી કોઠાસૂજથી ” ધરમ ” ફિલ્મ બનાવી સૌરાષ્ટ્ર અને પાંચાળ ધરાને ખોળે ધરી છે
લેખક અને ફિલ્મ મેકર હરેશ જોગરાણા ના માર્ગદર્શનથી બનેલ ફિલ્મ ધરમથી મહાન આ સૃષ્ટિમાં બીજું કાંઈ નથી ધરમ ને માનનાર અને પકડી રાખનાર માનવીનો અવતાર જ ધન્ય બની જાય છે,અને મૃત્યુલોકનો ફેરો સફળ બની જાય છે એવા જ આ ધરમધારી માનવીની આ કથા છે.
ધરમ પિક્ચરનાં મુખ્ય ભાગો કથા પટકથા સંવાદ અને ગીતનાં શબ્દો માનભાઈ કવિના છે,સંગીત પંકજ ભટ્ટ,નિર્માતા માનસંગ ખીસડીયાં,મનોજ ખીસડીયા અને સુરેશ ચૌહાણ છે,ડાયરેક્ટર રાજુ વાસાવડ અને નિર્માણ સ્થળ લકી સ્ટુડિયો હાલોલ ખાતે થયેલ છે તેમજ રેકોર્ડિંગ રુદ્રાક્ષ સ્ટુડિયો રાજકોટ ખાતે થયેલ છે
ધરમ પિક્ચર નું રિલીઝ 29.11.24 ના રોજ બપોર 3 કલાકે સીટી પ્રાઈડ સિનેમા જસદણ અને એ વર્લ્ડ સિનેમા બોટાદ ખાતે રિલીઝ થશે