Jasdan,તા.19
આગેવાન અશોક એમ. ચાવે રૂ. ૧૧ હજારનો પુરસ્કાર આપી કુ. સેજલનું અભિવાદન કર્યું
જસદણ તાલુકાના શિવરાજપુર ગામની દિકરી કુ.સેજલ બુધા ભાઇને બીએસએફમાં સરકારી નોકરી મળી છે બીએસએફમાં કુમારી સેજલ એ તાલીમ પૂર્ણ કરી ગામમાં પધારતા તેનું ગ્રામજનો દ્વારા ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે જસદણ તાલુકાના આગેવાન અશોક એમ ચાવ પણ ઉપસ્થિત રહી કુ. સેજલને રૂ ૧૧ હજારનો રોકડ પુરસ્કાર આપી અભિવાદન કર્યું હતું.
આ તકે શ્રી અશોકભાઈએ કુ. સેજલની સિદ્ધિ બદલ તેને અભિનંદન આપી જણાવ્યું હતું કે, આજના સમયમાં દીકરીઓ શિક્ષિત અને પગભર બને તે ખૂબ જરૂરી છે. દરેક માતા પિતાએ દીકરીઓને કરિયાવરમાં શિક્ષણ આપવું જોઈએ. દીકરીઓ આગળ વધે તે આપણા માટે પણ ગૌરવની વાત છે. જસદણના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મારા પિતા શ્રી મહાદેવભાઈ ચાવની કર્મભૂમિ ને જન્મ ભૂમિ બન્ને શિવરાજપુર હોવાથી આ ગામ પ્રત્યે અમારી વિશેષ લાગણી રહેલી છે.