New Delhi,તા.23
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ઓક્ટોબર બુલેટિન મુજબ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સમાં સારી વૃદ્ધિ વચ્ચે, ભારતમાં હજુ પણ રોકડનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે, નોટબંધી પહેલાં અને પછીની સ્થિતિની સરખામણી કરતાં તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
બુલેટિનમાં આરબીઆઈના કરન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલાં પ્રદીપ ભુઈયાના લેખ ’કેશ યુસેજ ઈન્ડિકેટર ફોર ઈન્ડિયા’ માં કહેવામાં આવ્યું હતું કે સર્ક્યુલેશનમાં જે કેશ છે તેને બેંકો અને ખાતાઓમાંથી બાદ કરતાં જે રકમ મળે છે તે કેશ વિથ પબ્લીક હોય છે. તે સીઆઇસીની 95-97 ટકા હોય છે.
લેખમાં કહેવામાં આવ્યું છે કે, સીડબલ્યુપી અને જીડીપીનો ગુણોત્તર 2011-12 થી 2014-15 દરમિયાન 11.7 થી ઘટીને 11. થયો છે. 2015-16 માં આ રેશિયો વધીને 11.6 થયો હતો. પરંતુ નવેમ્બર 2016 ની નોટબંધીમાં રૂ.500 અને રૂ.1000ની નોટો પાછી ખેંચી લેવાને કારણે 2016-17માં રેશિયો ઘટીને 8.2 થયો હતો.
રિમોનેટાઇઝેશનને કારણે, આગામી વર્ષે લોકો પાસે ઉપલબ્ધ રોકડમાં વધારો થયો હતો. 2021-22માં સીડબલ્યુપી અને જીડીપીનો ગુણોત્તર વધીને 13.9 થયો હતો. તે પછીનાં વર્ષોમાં 2023-24 માં ઘટીને 11.5 થયું હતું. આમ તે 2014-15ના સ્તરની આસપાસ રહ્યું છે.
તાજેતરનાં વર્ષોમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ્સમાં સારી વૃદ્ધિનો ઉલ્લેખ કરતાં, એવું કહેવામાં આવ્યું હતું કે 2016 માં શરૂ કરાયેલ યુપીઆઇ છેલ્લાં 5 વર્ષમાં આરડીપીમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે. 2027-18 અને 2023-24 ની વચ્ચે, વોલ્યુમ અને મૂલ્યના સંદર્ભમાં યુપીઆઇમાં વાર્ષિક વૃદ્ધિ આરડીપીમાં વૃદ્ધિ વધુ હતી.
આ સમયગાળા દરમિયાન યુપીઆઇમાં મૂલ્યમાં વધારો તેનાં વોલ્યુમમાં થયેલાં વધારા કરતાં વધુ હતો. જોકે, કોવિડ પછી,2021-22 માં યુપીઆઇ દ્વારા સરેરાશ ટ્રાન્ઝેક્શન 1838 રૂપિયા હતું, જે 2023-24માં ઘટીને 1525 રૂપિયા થયું હતું .
એપ્રિલ 2021માં કુલ યુપીઆઇ વ્યવહારોમાં વ્યક્તિથી વેપારી ચૂકવણીનો હિસ્સો 16.6 ટકા હતો, જે માર્ચ 2024 માં વધીને 26.2 ટકા થયો હતો. લેખમાં કહેવામાં આવ્યું છે કે, ’અભ્યાસ સૂચવે છે કે રોકડનો ઉપયોગ હજુ પણ વધુ છે, પરંતુ તે ઘટી રહ્યો છે.