Delhi ,તા.9
દિલ્હી એનસીઆરમાં આજે સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. જેના કારણે વિઝિબિલીટી ઘટતા દિલ્હીવાસીઓ પરેશાન થયા હતા. થયા હતા અને વાહનોની ગતિ ઘટી હતી.
સવારે વાહનચાલકોએ હેડલાઈન ચાલુ રાખવી પડી હતી. જોકે પ્રદુષણથી આજે પણ થોડી રાહત મળી હતી. દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં આજે એકયુઆઈ 250થી નીચે રહ્યો હતો.
આજે દિલ્હીવાસીઓ શીત લહેરથી પરેશાન થઈ ગયા હતા. હાલ સૂર્યના દર્શન ન થતા હોવાથી ઠંડીનું જોર વધુ રહ્યું હતું. આજે વહેલી સવારે દિલ્હીમાં ન્યુનતમ તાપમાન 8 ડિગ્રી હતું અને અધિકતમ 16 ડિગ્રી તાપમાન હતું.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યુ છે.