Canada,તા.26
ભારતીયો માટે કેનેડા ડ્રીમ વધુને વધુ મુશ્કેલ સાબીત થઈ શકે છે તે સમયે ટ્રુડો સરકારે હવે કેનેડા જઈને નોકરી કરવા માંગતા ભારતીય સહિતના પ્રોફેશનલ માટે એકસપ્રેસ ઈમીગ્રેશન સીસ્ટમમાં બદલાવ કર્યા છે. અગાઉ સ્ટુડન્ટ માટે જે આ સીસ્ટમ બંધ કરી હતી.
હવે પ્રોફેશનલ માટે તે વધુ કડક રીતે લાગુ થશે. ખાસ કરીને નોકરી માટે ઈચ્છુક ઉમેદવારની યોગ્યતા નિશ્ર્ચિત કરવા માટે જે સંકલીત રેન્કીંગ સીસ્ટમ અપનાવવામાં આવે છે તેના નિયમો બદલાયા છે.
જેમાં અગાઉ કેનેડા જઈને નોકરી શોધતા તેઓને પણ તેની યોગ્યતાના આધારે વધારાના પોઈન્ટ મળતા હતા પણ હવે નોકરીની ઓફર મળે પછી જ કેનેડામાં એન્ટ્રી માટે વધારાના પોઈન્ટ તેને ઉપલબ્ધ બનશે.
આ સિસ્ટમ આગામી વર્ષથી લાગુ થઈ જશે. ખાસ કરીને તેઓ કેનેડામાં એકસપ્રેસ એન્ટ્રી સીસ્ટમ મારફત કાયમી વસી જવાના ઈરાદા ધરાવતા હતા અને આ નિયમ વધુ અસર કરશે. પીઆરના આધારે કેનેડા પહોંચીને પછી ગમે તે જોબ મેળવી પછી વધુ સારી જોબ માટે આવતા લોકોને જોબ ઓફર વગર અગ્રતા આપવા કોઈ વધારાના પોઈન્ટ નહી મળે. જેઓ આ સીસ્ટમ હેઠળ અરજી કરી ચૂકયા છે તેઓને જો કે રાહત રહેશે કે તેઓને નિયમ લાગુ પડશે નહી.
ખાસ કરીને ટ્રુડો સરકારમાં ફકત કેનેડામાં વસવા માટે જ ગમે તે જોબ સ્વીકારી લે છે તેને આંચકો આપવા માંગે છે અને નોકરીની યોગ્યતાના આધારે પોઈન્ટ મળશે અને તે રીતેના વિસા મંજુર થશે. કેનેડામાં ટેલેન્ટેડ જ આવે તે ઈચ્છે છે. નાની નોકરી કરનારા ઘરભાડા વધારે છે અને તેમાં સ્થાનિક સ્તરે સ્પર્ધા સર્જે છે.
હવે ફકત કુશળ, શ્રમીક, વ્યાપારીને જ આ સિસ્ટમનો લાભ મળશે. આ માટે જે તે વ્યક્તિ પોતાની પ્રોફાઈલ બનાવીને સતાવાર વેબસાઈટ પર મુકી તે ‘પુલ’માં આવી શકે છે જેમાં જેની નોકરીની ઓફર પ્રથમ તેને વધારાના પોઈન્ટ મળશે અને તેમાં વધુ પોઈન્ટ ધરાવનાર પ્રથમ ક્રમે વિસા મેળવશે.