સીરીયામાં સાંસદને પદભ્રષ્ટ કરનાર Ahmed Shara નવા પ્રમુખ

Share:

Syria, તા. 30
સીરિયાના પ્રમુખ બશર અલ અસદને સત્તામાંથી તગેડી મૂકનારા બળવાખોરોના સમૂહના નેતાને દેશના નવા વચગાળાના પ્રમુખ બનાવી દેવાની જાહેરાત કરાઈ છે. વચગાળાના પ્રમુખ તરીકે અહેમદ અલ શરાનું નામ જાહેર થયું છે.

ઉલ્લેખનીય છે કે, શરાના ઈસ્લામિક સમૂહ હયાત તહરીર અલ શામના નેતૃત્વમાં એક બળવાખોરોના ગઠબંધને 8 ડિસેમ્બરે જબરદસ્ત હુમલો કર્યા બાદ બશર અલ અસદને સત્તાથી બેદખલ કરી દીધા હતા અને આ સાથે અસદ પરિવારના પાંચ દાયકાના શાસનનો અંત આવ્યો હતો. 

એક સૈન્ય અધિકારી હસન અબ્દેલ ગનીએ કહ્યું કે શરા આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરશે. શરાને દેશ માટે કાયમી બંધારણ નક્કી ન થાય ત્યાં સુધી એક અસ્થાયી વિધાન પરિષદની રચના કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. દેશના 2012 ના બંધારણને સ્થગિત કરવામાં આવ્યું હતું, જેના કારણે અસદ યુગના શાસનનો અંત આવ્યો હતો.

સૈન્ય સંચાલન ક્ષેત્રના પ્રવક્તા અબ્દેલ ગનીએ અસદને હટાવવામાં સામેલ તમામ સશસ્ત્ર જૂથો તેમજ પૂર્વ સરકારની સેના અને સુરક્ષા એજન્સીઓને ભંગ કરવાની જાહેરાત કરી.

એક જાણીતા મીડિયાએ અબ્દેલ ગનીને ટાંકીને જણાવ્યું કે, તમામ સૈન્ય જૂથો અને રાજકીય અને નાગરિક ક્રાંતિકારી સંસ્થાઓ ભંગ કરવામાં આવી છે અને રાજ્ય સંસ્થાઓમાં એકીકૃત કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *