સિંગર Darshan Rawal બેસ્ટ ફ્રેન્ડ ધરાલ સુરેલિયા સાથે લગ્ન કર્યાં

Share:

Mumbai,તા.20

પોપ્યુલર સિંગર દર્શન રાવલે બહુ લાંબા સમયથી તેની ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે લગ્ન કરી લીધાં છે. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં હતાં. 

જોકે, દર્શને પોતાની પર્સનલ લાઈફ બહુ પ્રાઈવેટ રાખી હોવાથી તેની આ રિલેશનશિપ વિશે બહુ જ ઓછા લોકોને માહિતી હતી. દર્શને જાતે લગ્નના  ફોટા શેર કરતાં તેના ચાહકોને સુખદ આશ્ચર્ય મળ્યું હતું. તેમણે નવદંપત્તીને અભિનંદન પાઠવ્યાં હતાં. દર્શને શેર કરેલા  લગ્નના ફોટા તરત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. દર્શનની પત્ની બનેલી ધરલ  પ્રોફેશનલ આર્કિટેક્ટ છે. તેણે  પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે. તે એક આર્ટિસ્ટ અને ડિઝાઈનર પણ છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *