Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!

    November 18, 2025

    Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!

    November 18, 2025

    Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ

    November 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!
    • Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!
    • Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ
    • Rajinikanth-Kamal Haasan ની ફિલ્મનું દિગ્દર્શન ધનુષ કરે તેવી શક્યતા
    • Bollywood માં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે
    • Prabhas ની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે
    • 50 વર્ષ બાદ ફરી સિનેમામાં જોવા મળશે જય-વીરૂની જોડી Sholay’
    • Pakistani singer કોન્સર્ટમાં લહેરાવ્યો તિરંગો, ‘ભારત પ્રેમ’નો વીડિયો વાઇરલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»સમાજને શું મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય કેમ કે એ કરોડપતિ છે,Hardik Patel
    અમદાવાદ

    સમાજને શું મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય કેમ કે એ કરોડપતિ છે,Hardik Patel

    Vikram RavalBy Vikram RavalJanuary 6, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૬

    ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી. પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે. જી હા, અનામત આંદોલનનાં ૧૦ વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરસન પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે. પાટીદાર અનામત આંદોલનથી કશું મળ્યું નથી. એટલું જ નહીં, પાટીદાર અનામત આંદોલનથી લેઉઆ પાટીદારની દીકરીને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હોવાનું કહીને ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે સીધી રીતે આંદોલનકારીઓ પર ઠીકરું ફોડ્યું છે. આ સાથે જ તેમણે બેધડક રીતે કહ્યું કે, અનામત આંદોલનમાં પાટીદાર યુવાનો શહીદ થયા અને ઉપરથી લેઉવા પાટીદારની દીકરીનું ઝ્રસ્ પદ ગયું. તેમણે આંદોલનકારીઓની નિયત સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે, પાટીદાર  આંદોલન અનામતનું હતું કે કોઈના કારનામાનું હતું? આજે પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો તેમાં પદ્મશ્રી કરસનભાઈ પટેલે આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે.

    આ વિવાદ અંગે વિરમગામના ધારાસભ્ય અને આંદોલનનો યુવા ચહેરો હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય કેમ કે એ કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું. આંદોલનના કારણે માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ દરબાર, બ્રાહ્મણ, લુહાણા અને જેમને અનામતનો લાભ નહતો મળતો. એવી ૫૦ થી વધુ જ્ઞાતિને ૧૦૦૦ કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી. બિન અનામત આયોગ અને નિગમ મળ્યું તેમજ આર્થિક નબળા પાટીદારોને ૧૦ % અનામત મળી. છેલ્લા ૩/૪ વર્ષમાં હજારો યુવાનો આ યોજનાના કારણે મફતમાં ભણી રહ્યા છે અને નોકરીએ લાગી રહ્યા છે. કરસનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા-લેઉવામાં વેચી રહ્યા છે. આવા આગેવાનોને ઓળખવાની જરૂરી છે કેમ કે આ આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા, સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે

    પાટીદાર અનામત આંદોલનને લઈને કરસન પટેલના નિવેદનનો મામલો છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાએ જણાવ્યું કે, ઉદ્યોગપતિ કરસનદાસને ૧૦ વર્ષે હિસાબ યાદ આવ્યો. કરસન પટેલને યાદ આવ્યું કે પાટીદાર આંદોલનથી કાંઈ મળ્યું નથી. કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા ત્યારે કેમ કરસન પટેલ ન બોલ્યા અને હવે આનંદીબેનનું યાદ આવ્યું. કરસનભાઇએ કહ્યું, આંદોલનથી પાટીદાર દીકરીએ ઝ્રસ્નું પદ ગુમાવ્યું. પરંતું પાટીદાર આંદોલનથી સમાજને જાગૃત થયો. હા હું પોતે જ પાટીદારોના મતથી કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યો હતો. આંદોલનથી સમાજ ભાજપમાંથી કોંગ્રેસ તરફ વળ્યો હતો અને એટલે જ અમે ધારાસભ્ય બન્યા.

    કરસન પટેલના નિવેદનને લઈ અલ્પેશ કથીરિયાનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે,૧૦ વર્ષ બાદ હવે આંદોલન યાદ આવ્યું. કરસનભાઈના નિવેદનથી દુઃખ થયું. ૧૪ જેટલા શહીદોના પરિવારજનોને કરસનભાઈ ક્યારેય મળ્યા છે કે તેમને મદદ કરી છે ખરી? પાટીદાર આંદોલનને કારણે ૧૫૦ જાતિના લોકોને લાભ મળ્યો છે. ૧૫૦૦ થી ૨ હજાર કરોડની લોન મળી છે. નોકરીઓ પણ ઇડબ્લ્યુએસના કારણે મળી. આનંદીબેનને દૂર કરવા એ પાર્ટીનો નિર્ણય છે. અમરેલીની પાટીદાર દીકરી માટે કેમ કોઈ આગળ નથી આવતું. કેમ દીકરીની વાત નથી પહોંચાડવામાં નથી આવતી.

    ઉદ્યોગપતિ કરસન પટેલના નિવેદન પર દિનેશ બાંભણીયાએ પ્રહાર કરતા જણાવ્યું કે, પાટીદાર અમાનત આંદોલનથી સમાજને ઘણું મળ્યું છે. પાટીદાર દીકરીને સીએમ પદેથી હટાવ્યા એ ભાજપનો આંતરિક જૂથવાદ છે. પાટીદાર અનામત આંદોલનથી કોઈ રાજકીય રોટલા શેકવામાં આવ્યા નથી. પાટીદાર અનામત આંદોલનથી ઈમ્ઝ્ર મળ્યું, મેડિકલ કોલેજો અને એન્જિનિયરીંગ કોલેજોમાં ૧૦ ટકાનો એડમિશનમાં લાભ મળ્યો. ૧૦ વર્ષ બાદ કરસન પટેલને આ જ્ઞાન ક્યાંથી આવ્યું તે શંકાસ્પદ મુદ્દો છે. આનંદીબેન પટેલે ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં આંદોલન સમયે જ માંગ સ્વીકારી લીધી હોત તો મુદ્દો જ પૂરો થઈ જાત. કરશન પટેલ રાજકીય હાથો બનતા હોય તેવું લાગી રહ્યુ છે.

    રાજકોટના સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલનું નિવેદનમાં જણાવ્યું કે, આંદોલનના ૧૦ વર્ષે આ મુદ્દે ટીપ્પણી કરવી યોગ્ય ન કહેવાય. પાટીદાર આંદોલનથી આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું પણ તે હવે કોઈ ચર્ચાનો વિષય નથી. આંદોલનથી સમાજે ઘણુ ગુમાવ્યું અને મેળવ્યું પણ છે. પાટીદાર સમાજના આંદોલનથી આયોગ મળ્યું, તો ૧૪ દીકરા પણ ગુમાવ્યા છે.

    Ahmedabad Hardik Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસ કોન્સ્ટેબલના જામીન ફગાવતી High Court

    November 18, 2025
    અમદાવાદ

    Ahmedabad જતી એમ્બ્યુલન્સ સળગતા નવજાત શિશુ, પિતા, ડોકટર સહિત 4 ભડથૂ

    November 18, 2025
    અમદાવાદ

    વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસ કોન્સ્ટેબલના જામીન ફગાવતી High Court

    November 18, 2025
    અમદાવાદ

    ભ્રષ્ટાચાર સામે લડી લેવાના મૂડમાં Gujarat Congress ૨૧ નવેમ્બરથી રાજ્યવ્યાપી “જન આક્રોશ યાત્રા”

    November 17, 2025
    અમદાવાદ

    Sardar Patel ની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે ઘાટલોડિયામાંથી યુનિટી માર્ચનો શુભારંભ

    November 17, 2025
    અમદાવાદ

    અદાણી સિમેન્ટ TNFD ભલામણો સ્વીકારનાર ભારતની પ્રથમ સિમેન્ટ કંપની બની

    November 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!

    November 18, 2025

    Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!

    November 18, 2025

    Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ

    November 18, 2025

    Rajinikanth-Kamal Haasan ની ફિલ્મનું દિગ્દર્શન ધનુષ કરે તેવી શક્યતા

    November 18, 2025

    Bollywood માં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે

    November 18, 2025

    Prabhas ની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે

    November 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!

    November 18, 2025

    Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!

    November 18, 2025

    Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ

    November 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.