શ્રીમંત પરિવારોના દેવા માફ થયા, મધ્યમ વર્ગનું જીવન દયનીય બની રહ્યું છે,Rahul Gandhi

Share:

કૃષિ ક્ષેત્રમાં સરકારની ખોટી નીતિઓએ ખેડૂતો અને ખેતમજૂરોની સ્થિતિ વધુ ખરાબ કરી છે

New Delhi,તા.૨૧

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે અર્થતંત્રના વિવિધ સૂચકાંકોને ટાંકીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને પ્રશ્ન કર્યો કે જ્યારે દરેકની મહેનતને કારણે અર્થતંત્રનું ચક્ર ચાલી રહ્યું છે ત્યારે શું સામાન્ય લોકોને તેમાં તેમનો વાજબી હિસ્સો મળી રહ્યો છે? શું તે થઈ રહ્યું છે? તેમણે દાવો કર્યો હતો કે “હાનિકારક” ય્જી્‌ અને આવકવેરાએ ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બનાવી દીધું છે, જ્યારે કોર્પોરેટ ગૃહોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર પોસ્ટ કર્યું, “મોદીજીના વિકસિત ભારતનું સત્યઃ મહેનત તમારી છે, નફો કોનો છે?

દેશની અર્થવ્યવસ્થાનું ચક્ર તમારા બધાના લોહી અને પરસેવાથી ચાલી રહ્યું છે, પણ શું તમને તેમાં તમારો વાજબી હિસ્સો મળી રહ્યો છે? જરા વિચારો.” તેમણે દાવો કર્યો કે અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૬૦ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે અને તેના કારણે લોકો નોકરી શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું, “કૃષિ ક્ષેત્રમાં ખોટી નીતિઓએ ખેડૂતો અને ખેતમજૂરોની સ્થિતિ વધુ ખરાબ કરી છે. તેઓ ભાગ્યે જ ગુજરાન ચલાવવા સક્ષમ છે. છેલ્લા પાંચ વર્ષમાં કામદારોની વાસ્તવિક આવક કાં તો સ્થિર થઈ ગઈ છે અથવા ઘટી ગઈ છે.” ” રાહુલ ગાંધીના મતે, “હાનિકારક” જીએસટી અને આવકવેરાએ ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બનાવી દીધું છે, જ્યારે કોર્પોરેટ લોન માફ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આકાશને આંબી રહેલી મોંઘવારીને કારણે હવે માત્ર ગરીબો જ નહીં પરંતુ પગારદાર વર્ગ પણ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવાની ફરજ પડી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, “ખરો વિકાસ એ છે જ્યાં દરેકનો વિકાસ થાય છે – વ્યવસાય માટે યોગ્ય વાતાવરણ હોય, વાજબી કર વ્યવસ્થા હોય અને કામદારોની આવક વધે. ફક્ત આનાથી જ દેશ સમૃદ્ધ અને મજબૂત બનશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *