જૈનધર્મ પરંપરા મુજબ ચોમાસાના ચાર્તુમાસ સમયે શ્રમણ-શ્રમણીઓ, ધર્મગુરૂઓ, આચાર્ય-ભગવંતો અને સાધુ-સંતો જૈન સાહિત્ય-ગ્રંથો અને ધર્મપુસ્તકોની સહજ પ્રાપ્તિએ અધ્યાત્મ જ્ઞાાન, વિદ્યા, શિક્ષા અને અધ્યયનમાં વ્યસ્ત હોય છે. આ સમયમાં જ્ઞાાનપ્રાપ્તિ ધ્વારા જપ-તપ-ત્યાગ-અર્ચના-સાધના અને આરાધનાને ધર્મગતિ મળે છે. ચાર્તુમાસના સમાપને આ પુણ્યશાળી સંતો, શ્રમણો-શ્રમણીઓ જુદેજુદે ધર્મસ્થાને ગામે-ગામ શહેરે શહેરે તેમજ નાનાં કસબાઓમાં સામૂહિક વિચરણ-વિહાર કરતાં રહે છે. આ વિહારયાત્રામાં તપ-ત્યાગ અને વૈરાગ્યનો છલોછલ મહિમા હોય છે. યાત્રા દરમ્યાન આ સાધુ-સાધ્વીઓ ધ્વારા શ્રાવકોને અધ્યાત્મ જ્ઞાાનરસ પીરસાય છે – ધર્મ શું – ભક્તિ શું છે ? મોક્ષ પ્રાપ્તિના માર્ગો, જીવદયાનું મહત્ત્વ-દાનનો મહિમા, ત્યાગ-તપસિધ્ધિ જ્ઞાાન સમજણ, જૈનધર્મ વિરાસત અને અધ્યાત્મ જગતનાં પાઠો-શિક્ષા ઉપદેશ પ્રવચન સ્વરૂપે શ્રાવક-શ્રાવિકાઓને સીંચી ધર્મકેળવણી અપાય છે.
વિહારયાત્રાની ફળશ્રુતિરૂપે શ્રમણો-શ્રમણીઓ-શ્રાવકો-શ્રાવિકાઓ-ભક્તો-ધર્મપ્રેમીજનો સૌ વહેલાં ઉઠી પ્રવચનો, સત્સંગનો, સાત્વિકભાવ સંપન્ન શિક્ષા શ્રમણનો મહામૂલો અવસર મળે છે. આચાર્ય ભગવંતો સાધુ સાધ્વીજીઓ મૌખિક સ્વરૂપે અને લખાણ દ્વારા વ્યક્તિગત ધોરણે અને સમૂહમાં સૌને, વ્યસનમુક્ત-દોષરહિત, કુસંગ-કુટેવો અને સ્વાર્થ ત્યાગની કેળવણી આપે છે જે શ્રોતાઓને સ્વયં એક ”આદર્શ જીવનશિલ્પી-જીવન ઘડવૈયા” બનાવે છે. સંતો આચાર્ય ભગવંતો દ્વારા જ્ઞાાનની વહેંચણીએ અને તદ્દપશ્ચાતમનાં જ્ઞાાન પ્રાપ્તિએ કેળવાયેલા શ્રાવકો શાંતિ-શાતા અને સુખવૈભવની અનુપમ અનુભૂતિ કરે છે. આમ જૈન શ્રમણ-શ્રમણીઓ દ્વારા જીવમાત્રના કલ્યાણ, મુક્તિમાર્ગ, સેવા-પરોપકારના ઉદ્દેશ સાથેની વિહારયાત્રા એક ધર્મપ્રીતિ-દાનપ્રીતિ અને પુણ્યપ્રીતિ પ્રકટ સત્વભાવના ઉદયે મૂલ્યવાન એવી ”માધુર્યમય વિહારયાત્રા” બની રહે છે. આજે સહર્ષ ટાંકુ તો – પ્રવર્તમાન જૈનશાસનની ધર્મવૈભવસભર સિધ્ધિઓ-સંકલ્પો, જિનાલયોના નિર્માણ પાંજરાપોળોના વિકાસ, જીવદયા જાગૃતિ, જૈન યોગ-સાધના-આરાધના તપ, ધર્મપ્રચાર સંબંધી પદયાત્રાસંઘો-તિર્થભૂમિઓની જાત્રાઓ તેમજ વિકાસના ભગીરથ પ્રયાસો એ ઉત્સવપ્રિય-ઉમંગી ઉર્જાવાન-તપસ્વી તે જોમય શ્રમણ-શ્રમણીઓ-સાધ્વીઓ ગુરૂ ભગવંતો – આચાર્યોના બહુમૂલ્ય અથાક ”વિહારસ્વરૂપે” પરિશ્રમ અને મહેનતને જાય છે. આમ વિહારયાત્રા એ સૌ માટે સુવર્ણમય જ્ઞાાનયાત્રા કે આનંદયાત્રા બની રહે છે ! શુભમ્ ભવતું.