વાંકાનેરના કોઠારિયા ગામ નજીક બોલેરોએ રિક્ષાને પાછળથી ટક્કર મારી, બેને ઈજા

Share:

Morbiતા.18

કોઠારિયા ગામ નજીક રીક્ષામાં બેસી મુસાફરો જતા હતા ત્યારે બોલેરો કારના ચાલકે પાછળ ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં રીક્ષામાં સવાર બે મુસાફરોને ઈજા પહોંચી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

            રાજકોટના હડાળા ગામના રહેવાસી સંજયભાઈ રઘુભાઈ સીતાપરા (ઉ.વ.૩૫) વાળાએ બોલેરો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 16 ના રોજ ફરિયાદી સંજયભાઈ સીતાપરા રીક્ષામાં બેસી વાંકાનેર તરફ આવતા હતા ત્યારે બોલેરો કારના ચાલકે કોઠારિયા ગામ નજીક રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફીર્યાદી સંજયભાઈ અને અન્ય મુસાફરને ઈજા પહોંચી હતી અને રીક્ષામાં નુકશાની થવા પામી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *