Morbi,તા.03
કંડલા બાયપાસ રોડ પર વૃદ્ધ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે કાર ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું મોત થયું હતું અકસ્માત સર્જી કાર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો
મોરબીના પંચાસર રોડ પર રહેતા નાનજીભાઈ ભીમજીભાઈ નકુમ (ઉ.વ.૪૦) વાળાએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા ભીમજીભાઈ નકુમ ગત તા. ૦૨ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને મોરબી કંડલા બાયપાસ રોડ કીર્તિ પેટ્રોલ પંપ સામેથી પસાર થતા હતા ત્યારે કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી બાઈક ચાલક ભીમજીભાઈ નકુમ પડી જતા માથાના અને પગના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું અકસ્માત બાદ કાર મૂકી કારચાલક નાસી ગયો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે