Morbi,તા.30
ટીંબડી પાટિયા નજીક બાઈક સ્લીપ થતા પરપ્રાંતીય યુવાનને ગુપ્ત ભાગે ઈજા પહોંચી હતી અને શરીરે નાની મોટી ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ હરિયાણાના વતની અને હાલ સિરામિક સીટી મોરબી 2 ના રહેવાસી યોગેશ બરંજ શર્મા (ઉ.વ.૩૨) નામના યુવાન ગત તા. ૧૫ ના રોજ પોતાનું ડીલક્ષ મોટરસાયકલ જીજે ૩૬ કે ૩૨૨૩ લઈને ઓફિસેથી ઘરે આવતા હતા ત્યારે મોરબી માળિયા નેશનલ હાઈવે પર ટીંબડી પાટિયા પાસે બાઈક કોઈ કારણોસર સ્લીપ થયું હતું જેથી બાઈક ચાલક યોગેશ શર્મા પડી જતા ગુપ્ત ભાગ પાસે ગંભીર ઈજા અને શરીરે નાની મોટી ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે