માળિયા-કચ્છ હાઈવે પર ટ્રક ચાલકે ઓચિંતી બ્રેક મારતા અન્ય ટ્રક પાછળ ઘુસી ગયો

Share:

Morbi,તા.30

માળિયા કચ્છ નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતો ટ્રક પાછળ ઘુસી ગયો હતો જે અકસ્માતમાં ટ્રકના ચાલકને બંને પગમાં ઈજા પહોંચતા બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

            તમિલનાડુના રહેવાસી જયપ્રકાશ જગનાથન પડયાચી નામના યુવાને ટ્રક જીજે ૧૨ બીવી ૬૨૦૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને તેના ડ્રાઈવર વર્તરાજ બંને પોતાની ગાડી લઈને તમિલનાડુથી ભુજ ખાતે બ્રેડ વાયર ભરીને ખાલી કરવા જતા હતા ત્યારે માળિયા કચ્છ નેશનલ હાઈવે પર આગળ જતા ટ્રકના ચાલકે પોતાની સાઈડમાંથી પુરઝડપે રોડની વચ્ચે લઈને અચાનક બ્રેક મારી હતી જેથી ફરિયાદીની ગાડી ભટકાઈ જતા ડ્રાઈવર વર્તરાજને બંને પગમાં ફ્રેકચર જેવી ઈજા થઇ હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *