Morbi,તા.31
માળિયા તાલુકાની સીમમાં ગુલાવડી વિસ્તારમાંથી પોલીસે દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને દ્ઝ્પી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ગુલાબડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી જ્યાં દરગાહ સામેથી આરોપી અજમેર જાકીર આલમ (ઉ.વ.૨૮) રહે નવાગામ ગ્રીન લેન્ડ ચોકડી પાસે રાજકોટ વાળાને ઝ્દ્પીલીને આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ 01 કીમત રૂ ૨૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે