Washington,તા.21
ગત વર્ષે નવેમ્બર મહિનામાં યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બિલિયોનેર ઈલોન મસ્ક સાથે ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ની આગેવાની સોંપી હતી. હવે ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, ત્યાર બાદ જાહેર કરવામાં આવ્યું છે કે વિવેક રામાસ્વામી DOGEનો ભાગ નહીં હોય.
39 વર્ષીય રામાસ્વામીએ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી, ત્યાર બાદ તેઓ રેસમાંથી હટી ગયા હતાં. હવે તેઓ ઓહિયોના ગવર્નર પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
વિવેક રામાસ્વામીએ X પર એક પોસ્ટમાં લખ્યું કે DOGEની રચનામાં મદદ કરવી એ મારા માટે સન્માનની વાત હતી. મને વિશ્ર્વાસ છે કે ઈલોન અને તેમની ટીમ સરકારને સુવ્યવસ્થિત કરવામાં સફળ થશે. ઓહિયોમાં મારી ભાવિ યોજનાઓ વિશે મને ટૂંક સમયમાં વધુ જાણકારી આપીશ. સૌથી અગત્યનું, અમેરિકાને ફરીથી મહાન બનાવવામાં અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મદદ કરવા માટે તૈયાર રહીશું.
વિવેક રામાસ્વામી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના નજીકના વિશ્વાસુ છે. ગત વર્ષે નવેમ્બરમાં ટ્રમ્પે મસ્ક સાથે વિવેકને DOGEના કો-લીડર તરીકે નિયુક્ત કર્યા હતાં.
દરમિયાન, ગવર્નમેન્ટ એફિશિયન્સી એડવાઇઝરી ગ્રુપે એક નિવેદનમાં, DOGEની રચનામાં મદદ કરવામાં રામાસ્વામીની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ પ્રશંસા કરી.
Trending
- ‘Avatar’ ના મેકર જેમ્સ કેમરોન કહે છે, ‘આ ખૂબ જ ડરામણું છે’
- વી. શાંતારામની બાયોપિકમાં Tamannaah Bhatia ની એન્ટ્રી
- Ranveer દેવીને ફિમેલ ઘોસ્ટ તરીકે વર્ણવી ઠેકડી ઉડાડતાં હોબાળો
- Deepika Padukone ને પણ એક હોરર ફિલ્મની ઓફર
- હવે ‘Sevatirth’ તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ ‘Lok Bhavan’
- Ahmedabad માં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો
- IPL 2026માં નહીં રમે દિગ્ગજ ખેલાડી Glenn Maxwell
- ઘરેલુ હિંસામાં ફસાયેલા દિગ્ગજ ક્રિકેટરનો ”Hall of Fame ‘નો દરજ્જો અને લાઇફ મેમ્બરશીપ છીનવાયા

