New Delhi ,તા.20
ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ સભ્ય સુરેશ રૈનાનું માનવું છે કે ટીમ ઈન્ડિયાને આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૂર્યકુમાર યાદવની ગેરહાજરી અનુભવાશે. સૂર્યા ટીમ માટે ’એક્સ ફેક્ટર’ સાબિત થઈ શકે છે.
રૈનાએ કહ્યું કે ’સૂર્યકુમાર વર્લ્ડ કપ ટીમનો અભિન્ન હિસ્સો હતો. તે એક એવો ખેલાડી છે જે મેદાન પર કોઈપણ જગ્યાએ શોટ ફટકારી શકે છે. તે રમતનાં કોઈપણ તબક્કે પ્રતિ ઓવર નવ રનનાં દરે રન બનાવી શકે છે. તે પોતાની ખાસ રમતથી સામેની ટીમ પર વર્ચસ્વ જમાવવાની ક્ષમતા ધરાવે છે.
સુરેશ રૈનાએ કહ્યું કે જો સૂર્યકુમાર ટીમમાં હોત તો તે એક્સ-ફેક્ટર હોત. ટીમને તેની ગેરહાજરી જરૂર અનુભવાશે. હવે જવાબદારી ટોચનાં ત્રણ બેટ્સમેનો પર રહેશે જે અત્યારે ફોર્મમાં નથી. સૂર્યકુમાર એવો બેટ્સમેન છે જે મેચમાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં બેટિંગ કરી શકે છે.
સિરાજ હજુ પણ ટીમમાં આવી શકે :-
રૈનાએ કહ્યું કે જસપ્રિત બુમરાહની ફિટનેસ અંગે અનિશ્ચિતતા અને લાંબા સમય પછી શમીની વાપસી જોઈને સિરાજ વધુ સારો વિકલ્પ બની શક્યો હોત. તેનું માનવું છે કે સિરાજ હજુ પણ ટીમમાં જગ્યા બનાવી શકે છે. તેમણે કહ્યું કે ’જો બુમરાહ સંપૂર્ણપણે ફિટ નથી તો સિરાજ ટીમમાં વાપસી કરી શકે છે.