New Delhi, તા.03
ભારતને સૌથી મોટું લોજીસ્ટીક હબ બનાવવાની દિશામાં સરકાર આગળ વધી છે. આ માટે દેશના ગ્રામ્ય વિસ્તારોની દોઢ લાખ પોસ્ટ ઓફિસોને કનેકટ કરવાનું આયોજન હાથ પર લેવા બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.
આટલી મોટી સંખ્યામાં ગ્રામ્ય પોસ્ટ ઓફિસો કનેકટ થાય એટલે નોકરીઓનું પણ વધુ સર્જન થશે. દેશના અંતરીયાળ ગામડાઓ પણ આ પોસ્ટ ઓફિસો મારફત કનેકટ થશે. પૂરા દેશમાં ચીજ વસ્તુઓ મેળવવા અને મોકલવા, કુરીયર, પાર્સલ મેળવવા અને મોકલવા માટે આ સેવા ઉપયોગી થવાની છે. આ લોજીસ્ટીક હબના રસ્તે રોજગારીનું પણ વધુ નિર્માણ થાય તેવી સરકારને આશા છે.