બધાં ઇચ્છે છે કે બસ તેમની ફિલ્મ નફો કરે : Kartik Aaryan

Share:

કાર્તિકે કહ્યું, દરેક ઇચ્છે છે કે તેમની ફિલ્મ નફો કરે અને ફિલ્મની સમગ્ર ટીમને એક યોગ્ય રકમ ચૂકવાવી જોઈએ

Mumbai, તા.૨૦

કાર્તિક આર્યન હજુ પણ તેની ‘ભુલભુલૈયા ૩’ની સફળતાના ઉત્સાહમાં જ છે. તાજેતરમાં તેણે ફિલ્મી સ્ટાર્સની ટીમ પાછળ વધી રહેલા ફિલ્મ મેકર્સના ખર્ચ અંગે વાત કરી છે અને તેનાથી ફરી એક નવો વિવાદ થયો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન કાર્તિકે આ અંગેની કેટલીક ગેરમાન્યતાઓ અંગે પણ પોતાનો મત રજૂ કર્યો હતો. કાર્તિકે કહ્યું કે આ પ્રકારના મુદ્દાને વધુ મોટો કરવામાં આવે છે. કેટલાંક લોકો આવું જરુર કરતા હશે, પરંતુ એનો અર્થ એવો નથી કે બધાં આવું કરે છે. ઘણાં કલાકારો છે જે ઓન્ટ્રાજના ખર્ચ અને ફિલ્મના બિઝનેસનું ધ્યાન રાખે છે, તેના કારણે લોકો બધાને એક જેવા સમજે છે અને અન્યાયી પૂર્વધારણાઓ બાંધી લે છે.કાર્તિકે કહ્યું,“દરેક ઇચ્છે છે કે તેમની ફિલ્મ નફો કરે અને ફિલ્મની સમગ્ર ટીમને એક યોગ્ય રકમ ચૂકવાવી જોઈએ. છેલ્લાં થોડા વખતથી ઓન્ટ્રાજની ફી અંગે અનેક ચર્ચાઓ અને અફવાઓ ચાલ્યા કરે છે, પરંતુ મને લાગે છે કે હવે આ કંઇક વધારે જ થઈ રહ્યું છે.”આ ઇન્ટરવ્યુમાં આગળ કાર્તિકે એવું પણ કહ્યું કે તે તેની ટીમ પાછળના ખર્ચનું બહુ ધ્યાન રાખે છે. તેણે એમ પણ કહ્યું કે આ પ્રકારના ખર્ચ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે છે. દરેક કલાકારને આ પ્રકારે મોટા ખર્ચ કરીને પ્રોડક્શનનો ખર્ચ વધારવાની ઇચ્છા હોતી નથી. તે પોતે હંમેશા તેની ટીમ અને પ્રોડ્યુસર બંનેને સંતોષ થાય એવું આયોજન થાય તેવા પ્રયત્ન કરે છે.  આ વર્ષે ‘ચંદુ ચેમ્પિયન’ અને ‘ભુલભુલૈયા ૩’ જેવી સફળ ફિલ્મો પછી કાર્તિક હવે આગળ ‘આશિકી ૩’ અને ‘તું મેરી મેં તેરા મેં તેરી તું મેરા’માં કામ કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *