નશાબંધી ધરાવતા ગુજરાતમાં એક વર્ષમાં રૂ.7303 કરોડનું Drugs પકડાયું

Share:

Ahmedabad, તા.21
 દારૂબંધીનો કડક કાયદો ધરાવતા ગુજરાતમાં શરાબ તો ઠીક ડ્રગ્સનું દુષણ પણ બેફામ હોય તેમ છેલ્લા એક વર્ષમાં 7303 કરોડના કેફી પદાર્થ પકડાયા હતા. ગાંધીના ગુજરાતની ઓળખ સાથે નશાબંધીનો કાયદો ધરાવતા રાજયમાં રોજેરોજ નાના મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાય છે સરકાર જોકે એવો બચાવ કરે છે કે પકડાતુ ડ્રગ્સ મોટાભાગે પંજાબ મોકલવાનું હોય પરંતુ મેકડ્રોન જેવા ડ્રગ્સ પકડાય છે તેનુ ગુજરાતમાં જ સેવન થતુ હોવાની આશંકા છે. 2024 ના વર્ષમાં 1882 કિલો મેકેડ્રોનનો જથ્થો પકડાયો હતો. 

ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં ઓપરેશન કરીને જંગી જથ્થો જપ્ત કરાયો હતો તેના આધારે ગુજરાતની બોર્ડર ડ્રગ્સની હેરફેરનો મુખ્ય માર્ગ બન્યાની શંકા ઉઠે છે. ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સના કુલ જથ્થામાંથી 6871 કરોડના કેફી દ્રવ્યો ગુજરાત એટીએસ દ્વારા એકલા હાથે અથવા કોસ્ટગાર્ડ નેવી કે નાર્કોટીકસ વિભાગ સાથે સંકલન સાધીને પકડવામાં આવ્યા હતા.

 ગુજરાત પોલીસનાં રીપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 24000 કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા હતા.નાર્કોટીકસ કાયદા હેઠળ 582 કેસોમાં 848 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ એવો દાવો કર્યો હતો કે પકડાયેલુ મોટાભાગનું ડ્રગ્સ ગુજરાત માટેનું ન હતું અને મોટાભાગે પંજાબમાં ઘુસાડવાનું હતું મધદરીયે હાથ ધરાયેલા ઓપરેશનોમાં પકડાયેલા હેરોઈન હેરોઈન તથા કોરેનનાં શીપમેન્ટ પંજાબ માટેના જ હતા અને એકપણ શીપમેન્ટ ગુજરાતમાં ઘુસાડવા માટેના ન હતા.

 ગુજરાતમાં હજુ હીરોઈન કોકેઈનના ઉઠયા નથી. ગાંજા જેવા નાના જથ્થા ગુજરાત માટેના હતા.ગુજરાતમાં મેકેડ્રોનનું ઉત્પાદન થવા લાગ્યુ હોવાનું માલુમ પડયુ છે. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ગુજરાતનો લાંબો દરીયાકાંઠો તથા ભરચકક ટ્રાફીકથી ધમધમતા બંદરોને કારણે ડ્રગ્સ માફીયાઓ ગુજરાતનો ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. એકથી બીજા દેશ અને બીજા રાજયોમાં ડ્રગ્સ ઘુસાડવા માટે દાણચોરોની પહેલી પસંદ દરીયાઈ માર્ગ ન શકય છે.

રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના એક અધિકારીએ ગુજરાતમાં ડ્રગ્સના બંધાણી કે દુષણ ન હોવાની વાત માની લેવા અને ચેતવણી આપી છે. ભલે નાના જથ્થામાં હેરોઈન કે કોકેઈન પકડાય તો પણ સ્પષ્ટ બની જાય છે કે નશાબંધી ધરાવતા ગુજરાતમાં પણ તેનો વપરાશ અને બંધાણીઓ છે.

રાજયમાં જુદા જુદા ભાગોમાંથી નિયમીત રીતે અફીણ, ગાંજો, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્સનો જથ્થો પકડાતો હોવાનું ઉલ્લેખનીય છે ગઈકાલે અમદાવાદમાંથી 27 લાખનુ મેકેડ્રોન પકડાયું હતું. ઉપરાંત દાહોદમાંથી પણ ડ્રગ્સ પકડાયું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *