દુનિયાભરમાં ‘New Year-2025’ની ધુમ:જાહેર સ્થળો, કલબ સહિતના સ્થળોએ લોકો ઝુમ્યા

Share:

New Year-2025

New Delhi,તા.01

નવા કેલેન્ડર વર્ષ 2025નો પ્રારંભ થયો છે, નવા વર્ષને આવકારવા દુનિયાભરમાં અભુતપૂર્વ થનગનાટ જોવા મળ્યો હતો અને ભારત સહિત તમામે તમામ રાષ્ટ્રોમાં લોકોએ રંગારંગ કાર્યક્રમો સાથે સ્વાગત કર્યુ હતું.

સૌપ્રથમ ન્યુઝીલેન્ડમાં અને ત્યારબાદ જુદા જુદા દેશોમાં નવા વર્ષની ઉજવણી થઇ હતી. લાખો-કરોડો લોકો જાહેર સ્થળો ઉપરાંત કલબો,  હોટલો, ફાર્મહાઉસ સહિતના સ્થળોએ ડાન્સ-ડીનર પાર્ટીમાં ઝુમ્યા હતા અને નવા વર્ષને આવકાર્યુ હતું.

ભારત ઓસ્ટ્રેલિયા, ચીન, ઇન્ડોનેશીયા સહિતના દુનિયાભરના રાષ્ટ્રોમાં અભુતપૂર્વ ઉજવણી થઇ હતી. યુધ્ધ અસરગ્રસ્ત સીરીયા જેવા દેશો પણ ઉજવણીમાંથી બાકાત રહ્યા ન હતા.

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે લોકોમાં થનગનાટ જોવા મળ્યો હતો. વિશ્વના અનેક દેશોમાં ભૌગોલિક ટેન્શન ચાલી રહ્યું છે અને કોઇ અણબનાવ ન બને તે માટે સુરક્ષાનો પણ ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *