New Delhi,તા.3
દેશના અનેક રાજયો શિત લહેરની ઝપટમાં છે. જયારે ઉતર ભારતમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા અને મેદાની ક્ષેત્રોમાં ઠંડી હવા અને ઘુમ્મસથી આમજનનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે.
નવા વર્ષની શરૂઆત શીત લહેરથી થઈ હતી. એક જાન્યુઆરીથી પંજાબ, હરિયાણા અને યુપીમાં ઠંડી વધી ગઈ. આગામી એક સપ્તાહમાં તાપમાનનો પારો વધુ નીચે આવી શકે છે.
આઈએમડીએ યુપી અને એમપીમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે યુપીમાં તાપમાનમાં સુધારાના સંકેત આપ્યા છે આથી યુપીમાં જયાં દિવસે ઠંડીથી લોકોને રાહત મળશે જયારે રાત્રે ઠંડી વધશે. આજે યુપીમાં હવામાન શૂષ્ક રહેવાની સંભાવના છે.
જયપુરમાં ઠંડી વધી:
જયપુરમાં ઠંડીથી બચવા તાપણાનો સહારો લે છે રાજસ્થાનમાં સીકરનો રણપ્રદેશ સૌથી ઠંહો વિસ્તાર નોંધાયો છે અહીં ન્યુનતમ તાપમાન 4 ડીગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગે આજે રાજસ્થાનમાં અનેક ભાગોમાં શીત લહેરની ચેતવણી આપી છે.
પંજાબનાં અમૃતસરના પણ આવા જ હાલ:
અત્રે અનેક ઠંડી અને ઘુમ્મસથી અનેક લોકોના બેહાલ છે. ઠંડીના કહેરથી લોકો બહાર નથી નીકળતા અનેક જિલ્લામાં વિઝીબીલીટી ઝીરો પર પહોંચી ગઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા
જમ્મુ-કાશ્મીરમાં ‘પીર કી ગલી’ સહીત અનેક ઉંચાઈવાળા વિસ્તારમાં ભારે બરફ વર્ષાના કારણે મુગલ રોડ પર આવન-જાવન બંધ રહી હતી. બરફ વર્ષાના કારણે રાજયનાં અનેક માર્ગો બંધ રહ્યા હતા.