New Delhi,તા.03
ભારતની નારીઓએ વર્લ્ડ કપમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને સતત બીજી વાર અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. નીક્કી પ્રસાદની આગેવાની હેઠળની ભારતીય ટીમે રવિવારે ફાઇનલમાં નવ વિકેટથી દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવી હતી. ભારતીય ટીમ અજેય રહેતાં વર્લ્ડ ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ છે. આ તેનું સતત બીજું ટાઇટલ છે.
ટીમે 2023 માં ઇંગ્લેન્ડને હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતીય સ્પિનરોએ સમગ્ર ટૂર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતીય સ્પિનનો જાદુ ફાઇનલમાં પણ ચાલ્યો. આ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમે 82 રન જ કરી શકી હતી. ત્યારબાદ ભારતીય ટીમે 11.2 ઓવરમાં એક વિકેટ 84 સ્કોર કરીને જીત મેળવી હતી.
તૃષા ગોંગડી, જેમણે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 44 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તેણે જી. કમાલિની અને સનિકા ચાલકની બીજી વિકેટ સાથે પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. વાઇસ કેપ્ટન સાનીકાએ સ્કેવર લેગ પર ચોગ્ગ ફટકારીને ભારતને જીતી અપાવી હતી. આ પછી, ભારતીય ખેલાડીઓ ત્રિરંગો સાથે ઉજવણી કરતાં જોવા મળ્યાં હતાં.
તૃષાએ અગાઉ સ્પિનથી ત્રણ વિકેટો લીધી હતી, જેમાં તેનાં સ્પિનની આશ્ચર્યજનકતા બતાવવામાં આવી હતી, જેનાં કારણે દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં માત્ર 82 રન જ બનાવી શકી. પારુનિકા સિસોડિયા, આયુશી શુક્લા અને વૈષ્ણવી શર્માએ પણ શાનદાર બોલિંગ કરી હતી.
દક્ષિણ આફ્રિકાની કેપ્ટન કાયલા રેનેકે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય સાબિત કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી દીધી હતી. તેની ટીમના ટોચની 4 ખેલાડીઓએ બે આકડાંનો સ્કોર કર્યો હતો. જ્યારે ચાર બેટ્સમેન તો ખાતું પણ ખોલી શક્યાં ન હતાં.
પ્રથમ ત્રણસો રન બનાવ્યાં
તૃષાએ વર્લ્ડ કપના એક સંસ્કરણમાં 300 થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની છે. તેણે 147.14 ના સ્ટ્રાઈક રેટ અને 77.25 ની સરેરાશ સાથે 309 રન બનાવ્યાં તેમાં રેકોર્ડ 45 ચોગ્ગા અને પાંચ સિક્સરનો સમાવેશ થાય છે. તે વર્લ્ડ કપમાં સદીનો સ્કોર કરનાર પ્રથમ ખેલાડી પણ છે. 2023 ની શરૂઆતમાં, ભારતની શ્વેતા સેહરાવાતે સૌથી વધુ 297 રન બનાવ્યાં હતાં.
વૈષ્ણવીની રેકોર્ડ 17 વિકેટો
ગ્વાલિયરની 19 વર્ષીય વૈષ્ણવીએ વર્લ્ડ કપમાં સૌથી વિકેટ લેતી બોલર છે. તેને છ મેચોમાં 3.36 ની ઈકોનોમી સાથે 17 વિકેટો ઝડપી છે જે એક રેકોર્ડ છે. તેણીએ તેની પ્રથમ મેચમાં જ હેટ્રિક સહિત પાંચ વિકેટ લીધી હતી. તે હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. તેમનાં સિવાય આયુશી શર્માએ 3.01 ની ઈકોનોમી સાથે 14 વિકેટ લીધી હતી. અગાઉ, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની મેગી ક્લાર્કના નામે હતો.
સચિન તેંડુલકર કહ્યું
’ સચિને કહ્યું કે પ્રથમ મેચથી ફાઇનલ સુધી, ભારતીય ટીમ ચેમ્પિયનની જેમ રમી હતી. વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને ખુબ ખુબ અભિનંદન ! આ ટીમે ઘણાં લોકોને પ્રેરણા આપી છે અને ભવિષ્ય માટે નવાં ધોરણો સ્થાપિત કર્યા છે. તે છોકરીઓ અને મહિલા ક્રિકેટ માટે ખૂબ આનંદની વાત છે.