ઈશ્વર સૃષ્ટિમાં સર્વોચ્ચ સત્તા છે અને બધાનું નિયમન કરી રહ્યા છે. તેમની ઇચ્છાથી જ સઘળું બની રહ્યું છે. તમામ જીવોએ તેમને આધીન જીવન વ્યતીત કરવું પડે છે. ધર્મએ ઈશ્વર અને જીવની વચ્ચેના સંબંધને પરમાત્મા અને આત્મા રૂપે સ્થાપિત કરીને એક અનિવાર્ય અને અપરિહાર્ય સંબંધમાં બાંધી દીધા છે. આ બંધનમાં પણ પ્રેમનું તત્ત્વ નાખવામાં આવ્યું છે જેથી આ બંધન નહિ પણ આનંદપર્ણ સંમિલન જેવું થઈ જાય, જેથી ઈશ્વરની મહાનતા પણ બની રહે અને જીવની ઓળખ પણ. પ્રેમનો આધાર બસ પ્રેમ જ હોય છે. જેને પ્રેમ કરવામાં આવે છે, તેને મેળવવા માટે પ્રેમ કરવામાં આવે છે જેથી તેને પામીને આત્મિક જીવન આનંદથી પરિપૂર્ણ થઇ જાય.
ભૌતિકતાવાદી જીવને ધર્મના અનુપાલનમાં ઈશ્વર સાથે સંબંધ તો સ્થાપિત કરી દીધો, પરંતુ સંબંધમાં પ્રેમથી વધુ સ્વાર્થના તત્ત્વને ઉભારી દેવામાં આવ્યું છે. શક્તિશાળી પરમાત્મા પાસે સાંસારિક વસ્તુઓ મેળવવાની આશા વધુ થઈ ગઈ છે, કારણ કે તેને લાગે છે કે આનંદ તેમાં જ છે. તે સાંસારિક કામનાઓની પૂર્તિ માટે ખુદ પણ પ્રયાસ કરતો રહે છે અને પરમાત્મા પાસે પણ સહાયતાની યાચના કરે છે. કેટલીય વખત જ્યારે તેને આશાથી પર ચીજો મળી જાય છે, તો તેને પરમાત્માની કૃપા દેખાય છે. તે ઈશ્વરની ઉપાસનાને લઇને ગંભીર થઈ જાય છે અને તેમાં પ્રેમનું તત્ત્વ પણ પ્રબળ થઈ જાય છે. એવામાં લાગે છે કે ધર્મ તેનું અંગવસ્ત્ર બની ગયો છે, પરંતુ જ્યારે કામ નથી બનતું ત્યારે પ્રેમ તત્ત્વ ન્યૂનતમ સ્તર પર પહોંચી જાય છે અને લેણદેણની વ્યાપારિક માનસિકતા પ્રભાવી થવા લાગે છે. પ્ ઈશ્વર ક્યારે કોને આપી રહ્યા છે, તે તેમના પર નિર્ભર છે. તેના પર કોઈનું ના તો દબાણ છે અને ના બાધ્યતા. તેમનો વિવેક અને તેમની દયા અને કરુણા પણ શંકાથી પર છે. તેની કૃપા અને તેમની સાથે મિલન જ જીવનનો આનંદ છે. તે બધું જ હરી લે અને પોતાની કૃપાથી મનના તમામ ઉદ્વેગને શાંત કરી દે, તેનાથી વધુ દયાળુતા બીજી શી હોઈ શકે? બધું જ છે છતાં અશાંતિ છે, કારણ કે આપણે બધું જ માગ્યું, પરંતુ પરમાત્માને માગ્યા જ નહિ. જો પરમાત્માને માગવાની ચાહ હોય તો કંઈ જ માગવાનું બાકી નથી રહેતું