કેન્દ્રીય બજેટમાં દરેક વર્ગની રુચિ રહે છે. તેમાં અપેક્ષા, સૂચન, વિશ્લેષણથી માંડીને પ્રશંસા અને નિંદાનો ક્રમ સતત રહે છે. તેનો પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ બધા પર પડે છે. બજેટથી આર્થિક મોરચે એક અંતદૃષ્ટિ મળે છે, સાથે જ રાજકીય અને સામાજિક પરિદૃશ્યની સ્થિતિ પણ ખબર પડે છે. એ બધા જાણે છે કે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, અવસંરચના, કાયદો-વ્યવસ્થા અને ન્યાયપાલિકા જેવા બિંદુઓ પર આપણું પ્રદર્શન વિશ્વના અગ્રણી ઉદાહરણોની આસપાસ પણ નથી. સરકારી સેવાઓની ગુણવત્તા તો નિંદનીય છે. માનવ વિકાસ ઇન્ડેક્સ, હેપ્પીનેસ ઇન્ડેક્સ જેવા અન્ય માપદંડો પર પણ આપણે નિરંતર પાછળ રહ્યા છીએ.
બહેતર ગવર્નન્સ એક અનિવાર્યતા છે. તેની સાથે જ વિભિન્ન સામાજિક યોજનાઓ પર ફાળવણી વધારવી પણ અનિવાર્ય છે. વધુ ફાળવણી માટે વધુ આવક પણ મેળવવી પડશે. બજેટનો આકાર આર્થિક વૃદિ્ઘના અનુપાતમાં જ વધી શકે છે. જો આપણે ૨૦૪૭ સુધી વિકસિત દેશ બનવા માગીએ છીએ તો આપણી અર્થવ્યવસ્થાને આગામી બે દાયકામાં આઠ ટકાથી પણ વધારેના દરે વધવું પડશે. એ કઠિન પડકાર છે. તેના માટે સક્ષમ અને રચનાત્મક શાસનની જરૂર પડે છે. હાલની આર્થિક પૃષ્ઠભૂમિ કેટલાક મુખ્ય બિંદુઓને રેખાંકિત કરે છે. આપણી આર્થિક વૃદિ્ઘ મંદ પડીને ૬.૪ ટકા થઈ ગઈ છે. આ કોવિડ બાદનું સૌથી નીચલું સ્તર છે. સરકારી રોકાણ લ-યથી નીચે છે. ખાનગી રોકાણમાં તેજી નથી આવતી. રોજગાર સર્જનના મોરચે ચિંતાની સ્થિતિ બનેલી છે. નીતિગત વ્યાજ દરો ઊંચા જ રહ્યા છે. ડોલર સમક્ષ રૂપિયો ઐતિહાસિક પતનનો શિકારછે. પાછલા ત્રિમાસિકથી શેરબજારમાં ૧૦ ટકાથી વધારેનો ઘટાડો આવી ચૂક્યો છે. બજારમાં અસ્થિરતા વ્યાપ્ત છે. ભૂરાજકીય પાસાં પણ ચિંતા વધારી રહ્યા છે.
જીડીપીના અનુપાતમાં આપણો કર સંગ્રહ લગભગ ૧૧ ટકા છે. જ્યાં કેટલીય ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં આ અનુપાત બે ગણો, જ્યારે કેટલાક વિકસિત દેશોમાં ૩૦ ટકાથી વધારે છે. આપણે કરદાતાઓના દાયરાને વધારવો પડશે. સીમિત કરદાતાઓના નાના વર્ગ પાસેથી વધારે વસૂલી યોગ્ય નહીં કહેવાય, કારણ કે દેશમાં દુનિયાના લગભગ સૌથી ઊંચા દરોની આસપાસ ટેક્સ લેવામાં આવે છે. મધ્યમ વર્ગની સ્થિતિ અર્થવ્યવસ્થાનું સમગ્ર સ્વાસ્થ્ય દર્શાવે છે. આ વર્ગ સરકાર પાસે રાહતની વાટ જોઇ રહ્યો છે. પગારદારો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન, આવકવેરા શ્રેણીમાં રાહત, વિમા પ્રીમિયમ અને આવાસ ઋણ વ્યાજમાં રાહતની એક અરસાથી રાહ જોવાઈ રહી છે.
સરકારે રાજસ્વ માટે અન્ય વિકલ્પો તરફ જોવું પડશે. વિનિવેશની સ્થિતિ નિરાશાજનક રહી છે. અહીં મતલબ ખાનગી કરણનો નથી. તે એક અલગ વિષય છે. આપણી મોટી બેંકો અને અગ્રણી પીએસયુ પર સરકારી નિયંત્રણમાં કોઈ વાંધો નથી, પરંતુ શું તેમના માટે સો ટકા સરકારી માલિકી જરૂરી છે? તેમાં ૧૦ થી ૪૯ ટકા હિસ્સેદારી વેચવાથી ઘણું રાજસ્વ પ્રાપ્ત થઈ શકે છે અને નિયંત્રણની સ્થિતિ પણ બહુ પ્રભાવી નહીં થાય. ભૂસંપદાનો પણ સદુપયોગ નથી થઈ રહ્યો. પ્રત્યેક શહેરમાં હજારો કરોડ રૂપિયાની બહુમૂલ્ય જમીન માત્ર નેતાઓ અને અધિકારીઓના આવાસ માટે જ વપરાઈ રહી છે. શું આપણે આવા અપવ્યયને ચલાવી લેવો જોઇએ? બહેતર રહેશે કે આપણે આધુનિક એપાર્ટમેન્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપીએ. તેનાથી જમીનની બચત થવાની સાથે જ સુરક્ષાની સ્થિતિ પણ બહેતર થશે અને આપણે ભૂસંપદાનો ક્યાંય બહેતર ઉપયોગ કરવામાં સક્ષમ રહીશું.
ભલે કેટલાકને આ અસ્વીકાર્ય લાગે, પરંતુ શું એક નિશ્ચિત સીમા કરતાં વધારે ખેતીની આવકને કરના દાયરામાં લાવવા પર વિચાર ન કરવો જોઇએ? મોટાભાગના દેશોમાં ખેતીથી થનારી આવક પર ટેક્સ આપવો પડે છે. જ્યારે ખાનગી આવકવેરા દરો વિશ્વના સર્વાધિક દરોની આસપાસ છે તો આપણે ક્યાં સુધી અતિ ધનિક ખેડૂતો કરમુક્ત રાખીશું? કોઈને કોઈ રૂપે કૃષિ સબસિડી અને અન્ય રાહતો અવશ્ય ચાલુ રહે , પરંતુ આખરે ખેતીથી ભારે-ભરખમ આવક પર ટેક્સના વિચારને અયોગ્ય ન માની શકાય.